અહીં ‘ભૂલ ભૂલૈયા 3’ હિટ થઈ, બીજી તરફ સમાચાર આવ્યા છે અક્ષય કુમાર વિશે, શું તે ભૂલ ભૂલૈયા 4માં જોવા મળશે?

|

Nov 07, 2024 | 1:43 PM

Bhool Bhulaiyaa 4 : કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 3' રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન ફિલ્મના ચોથા ભાગને લઈને મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. શું અક્ષય કુમાર 'ભૂલ ભુલૈયા 4'માં કાર્તિક આર્યન સાથે કમબેક કરશે? જાણો

અહીં ભૂલ ભૂલૈયા 3 હિટ થઈ, બીજી તરફ સમાચાર આવ્યા છે અક્ષય કુમાર વિશે, શું તે ભૂલ ભૂલૈયા 4માં જોવા મળશે?
Bhul Bhulaiyya 4

Follow us on

‘ભૂલ ભુલૈયા 3’ 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી છે. અહીં ફિલ્મ આવી બીજી બાજુ આગલા ભાગ એટલે કે ‘ભૂલ ભૂલૈયા 4’ પર એક મોટું અપડેટ આવ્યું. ખરેખર નિર્માતાઓ દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મ બનાવવામાં આવશે. શું ચોથા ભાગમાં કાર્તિક આર્યન સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે? મેકર્સે એક મોટી હિંટ આપી છે.

આ સમાચાર ખોટા નીકળ્યા

તાજેતરમાં જ ખબર પડી હતી કે અક્ષય કુમાર અને કિયારા અડવાણી ‘ભૂલ ભુલૈયા 4’માં કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. વાસ્તવમાં ‘ભૂલ ભૂલૈયા 3’ ની રિલીઝ પહેલા એવું કહેવામાં આવતું હતું કે ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણીનો કેમિયો હશે, પરંતુ આ સમાચાર ખોટા નીકળ્યા.

શું અક્ષય કાર્તિક સાથે ‘ભૂલ ભુલૈયા 4’માં જોવા મળશે?

‘ભૂલ ભુલૈયા 3’ રિલીઝ થયા પછી ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે એક મીડિયાને જણાવ્યું હતું કે, ‘ભૂલ ભૂલૈયા 4’ મલ્ટિ-સ્ટારર ફિલ્મ હોઈ શકે છે. જો કે બધું સ્ટોરી પર નિર્ભર રહેશે. તે એમ પણ માને છે કે સ્ટોરી શાનદાર રહેશે ત્યારે જ બધાને સાથે લાવવાથી ફાયદો થાય છે. એવી આશા છે કે તે આમ કરશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

‘ભૂલ ભુલૈયા 4’ને લઈને પિંકવિલા પર પ્રકાશિત થયેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભૂષણ કુમાર પાસે હાલમાં ઘણી એવી ફિલ્મો છે જે તેના દિલની નજીક છે. તેમજ તેના બીજા અને ત્રીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે. આમાં ‘ધમાલ 4’ પણ સામેલ છે. જે ટૂંક સમયમાં જ ફ્લોર પર જવાની છે. આ લિસ્ટમાં ‘પતિ પત્ની ઔર વો 2’, ‘ભૂલ ભુલૈયા 4’ પણ બની રહી છે. કાર્તિક આર્યન બંને ફિલ્મોમાં કામ કરવાનો છે.

સિંઘમને આપી રહી છે ટક્કર

જો કે અનીસ બઝમીએ ‘ભૂલ ભૂલૈયા 4’ વિશે કહ્યું હતું કે, ભાગ 4 એક મોટી જવાબદારી હશે. ભલે તે કોઈ પણ બનાવે તે ખૂબ મોટી હશે. તેની પાછળનું કારણ એ છે કે આ ફિલ્મની પહેલા બીજા અને ત્રીજા ભાગ સાથે સરખામણી કરવી કોઈના માટે આસાન નહીં હોય. મારા માટે પણ નથી. હાલમાં ‘ભૂલ ભુલૈયા 3’ને અદ્દભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ સારી કમાણી કરી રહી છે. તેણે સિંઘમને છઠ્ઠા દિવસે પણ ફરીથી હરાવ્યું છે.

 

Next Article