Vijay Rashmika Wedding : અમદાવાદથી 259 કિલોમીટર દુર રશ્મિકા અને વિજય કરી રહ્યા છે લગ્ન, જાણો શું છે આ સ્થળ પસંદગીનું કારણ

સ્ટાર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રોયલ વેડિંગની શરુઆત થઈ ચૂકી છે. બંન્ને અમદાવાદથી 259 કિલોમીટર દુર લગ્નના બંધનમાં બંધાશે, ત્યારે ચાહકો જાણવા માંગે છે ઘરથી દુર આ સ્થળે બંન્ને સ્ટાર કેમ લગ્ન કરી રહ્યા છે. જાણો કારણ

Vijay Rashmika Wedding : અમદાવાદથી 259 કિલોમીટર દુર રશ્મિકા અને વિજય કરી રહ્યા છે લગ્ન, જાણો શું છે આ સ્થળ પસંદગીનું કારણ
| Updated on: Feb 25, 2026 | 1:41 PM

સ્ટાર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રોયલ વેડિંગની શરુઆત થઈ ચૂકી છે. બંન્ને 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે. ઉદય હાલમાં ખુબ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ રશ્મિકા અને વિજયના લગ્ન છે. ઉદયપુર માત્ર સેલિબ્રિટી નહી પરંતુ બિઝનેસમેનથી લઈ પ્રવાસીઓની પહેલી પસંદ છે. અહી બોલિવુડ સ્ટારથી લઈ બિઝનેસમેન લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. તો કેટલાક ઉદયપુરમાં ખાસ ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન બનાવે છે. ઉદયપુર આટલું ફેમસ કેમ છે. તેની ખાસિયતો જાણીએ.

ઉદયપુરમાં ખાસ ડેસ્ટિનેશન વેડિંગ

ઉદયપુરને સિટીઓફ લેક પણ કહેવામાં આવે છે. અહી શાંત ઝરણા,અરવલ્લીના પહાડો ઓલ્ટ સિટીની વાઈબ તમારું મન મોહી લેશે. અહી સુંદર ફોટોગ્રાફી પણ થાય છે. ઉદયપુરના મહેલ, હવેલીઓ તેમજ ફોર્ટ લગ્નને રોયલ ટચ આપે છે. અહી લગ્નમાં જાણે રાજા-રાણીના લગ્ન થતા હોય તેવું લાગે છે. આ કારણે અહી બોલિવુડ જ નહી પરંતુ હોલિવુડ સહિત દુનિયાના પૈસાદાર લોકો આ સ્થળે લગ્ન કરે છે.

તમને જણાવી દઈએ કે, ઉદયપુરને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશનનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. રોમાન્ટિક લોકેશન અને લક્ઝરી સુવિધાઓને કારણે વીવીઆઈપી મહેમાનો માટે આ બેસ્ટ સ્થળ છે. અહી તમને આધુનિક સુવિધાઓની સાથે સાથે મેવાડની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે. મહત્વની વાત એ છે કે, આ સ્થળો પર સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કરવામાં આવે છે. પરિણીતિ ચોપરા થી લઈ આયરા ખાન, નીલ નીતિન મુકેશ સહિત શ્રેયા સરને પણ ઉદયપુરમાં પતિ સાથે સાત ફેરા લીધા છે.

રશ્મિકા મંદાનાના લગ્નની વિધિઓ શરૂ

રાજસ્થાનના ઉદયપુરમાં ITC મેમેન્ટોસ ખાતે વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. વિજયની માતાએ સંગીતમાં રશ્મિકાને એક ખાસ ભેટ આપી હતી. કપલ તેમના લગ્નના દરેક ક્ષણને ખાસ બનાવી રહ્યું છે, જેમાં ક્રિકેટ મેચ અને ખાવા-પીવાનો આનંદ પણ સામેલ છે. તેઓ 26 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાશે.સવારના લગ્ન વિજયના પરિવારની પરંપરા, તેલુગુ રિવાજો અનુસાર થશે. રશ્મિકા કર્ણાટકના કુર્ગની રહેવાસી છે. તેથી સાંજના લગ્નના સંસ્કાર રશ્મિકાના કોડાવ સમુદાયની પરંપરાઓ અનુસાર થશે.

નેશનલ ક્રશના નામથી ફેમસ છે આ અભિનેત્રી, ઉદયપુરમાં વિજય દેવરકોંડાની બનશે દુલ્હન જુઓ પરિવાર અહી ક્લિક કરો