અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 16માં પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. આ વખતે તેમણે પોતાની પત્ની જયા બચ્ચનની સાથેના સંબંધો વિશે વાત કરી છે. તેની સામે ઈન્ડિયા ચેલેન્જર વીકની એક સ્પર્ધક પ્રિયંકા હોટ સીટ પર હતી.પ્રિયંકા મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. તેમણે એક્ટરને મજેદાર સવાલ પુછ્યો હતો. જેનો જવાબ બિગ બીએ જે અંદાજમાં આપ્યો તે ખુબ મજેદાર છે.
અમિતાભ બચ્ચન પોતાના પરિવાર વિશે જે વાત કરે છે. તે ખુલ્લીને વાત કરે છે. તેને પ્રિયંકાને અનેક સવાલો કર્યા છે. હોસ્ટને પુછ્યું તમારું ઘર આટલું મોટું છે. જો રિમોટ ખોવાય જાય તો કેવી રીતે શોધો છો. જ્યારે ટીવી શરુ કરવી હોય તો કેમ શોધવો. તો અભિનેતાએ કહ્યું સીધો સેટ-ટોપ બોક્સની પાસે જાય તેને કંટ્રોલ કરે છે.ત્યારબાદ પ્રિયંકાએ કહ્યું સર મિડલ ક્લાસ પરિવારમાં જ્યારે રિમોટ ખોવાય જાય તો ઘરમાં ઝગડો શરુ થઈ જાય છે. શું તમારા ઘરમાં આવું થાય છે. તો અમિતાભ બચ્ચને કહે છે, નહિ દેવી જી અમારા ઘરમાં આવું થતું નથી 2 તકિયા હોય છે સોફા પર રિમોટ તેમાં છુપાય જાય છે. ત્યાંથી શોધવો પડે છે.
ત્યારબાદ સ્પર્ધક સવાલ કરે છે, જ્યારે ઓફિસથી ઘર જાઉં છું તો મ્મમી બોલે છે કોથમીર કે કાંઈ લઈ આવવાનું છે, શું મેડમ તમને પણ કાંઈ લઈ આવવાનું કહે છે. તેના પર અમિતાભ બચ્ચન જવાબ આપે છે. હા કહે છે તે કહે છે આપકો લે આના ઘર
છેલ્લો સવાલ પ્રિયંકા પુછે છે કે, સર તમે ક્યારેય એટીએમથી પૈસા કાઢ્યા છે અને તમે બેલેન્સ ચેક કર્યું છે. તો અમિતાભ બચ્ચન કહે છે.ન તો હું મારી પાસે પૈસા રાખું છુ ન તો હું એટીએમ રાખું છું. હું જયા પાસે પૈસા માંગુ છું.