
દિશા પટણીની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. દિશાનું નામ સૌથી પહેલા એલેક્ઝેન્ડર એલેક્સ સાથે જોડવામાં આવતું હતુ, પરંતુ તેમણે ક્યારેય સંબંધોને કન્ફોર્મ કર્યા નહી. નુપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નમાં દિશા એક માસ્ક પહેરનાર વ્યક્તિ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે મ્યુઝિક કોન્સર્ટમાં પણ આ વ્યક્તિ સાથે જોવા મળી હતી. આ વ્યક્તિનું નામ તલવિંદર સિંહ સિદ્ધું છે. ચાહકો જાણવા માંગે છે કે, કોણ છે દિશાનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ સિદ્ધુ ચાલો જાણીએ.
મીડિયા રિપોર્ટ મુજબ દિશા પટણીની સાથે જોવા મળતો આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તલવિંદર સિંહ સિદ્ધુ છે. જેનું સ્ટેજ નામ તલવિંદરથી ઓળખાય છે. તલવિંદર એક પંજાબી સિંગર,ગીતકાર અને મ્યુઝિક પ્રોડ્યુસર છે.તલવિંદર સિંહ સિદ્ધુનો જન્મ પંજાબના અમૃતસરમાં પંજાબી જાટ શીખ પરિવારમાં થોય છે. તલવિંદરે માત્ર4 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરુ કર્યું હતુ. 14 વર્ષની ઉંમરમાં તે સૈન ફ્રાંસિસ્કો ગયો હતો. જ્યાં તેમણે અભ્યાસની સાથે સાથે સંગીત શીખ્યું હતુ.તલવિંદર ટ્રૈપ, લો-ફાઈ,હિપ હોપ જેવી અલગ અલગ સ્ટાઈલમાં ગીત બનાવે છે.
તલવિંદરે અનેક મોટા સિંગરની સાથે ગીત તેમજ પરફોર્મન્સ આપ્યું છે. આ લિસ્ટમાં યો યો હની સિંહ કરણ ઔજાલ તેમજ અન્ય બીજા આર્ટિસ્ટ પણ સામેલ છે. તેમણે કેટલાક બોલિવુડ ગીતમાં પણ કામ કર્યું છે. જેમ કે, તેરી વાતોમે એસા ઉલઝા ઝિયા, તેમજ તુ મેરી મે તેરા .
મીડિયા રિપોર્ટ અનુસાર તલવિંદર પોતાની પ્રાઈવેટ લાઈફને કરિયરથી અલગ રાખવા માંગે છે. તે માને છે કે, નોર્મલ લાઈફ જીવવું સારું, આ માટે સ્ટેજ પર પરફોર્મન્સ કરતી વખતે તે ચહેરા પર પેન્ટિંગ કે પછી માસ્ક પહેરે છે. જેનાથી તેની ઓળખ છુપાયેલી રહે. હાલમાં દિશા અને તલવિંદરના રિલેશનશીપનો કોઈ અધિકારિક પુષ્ટિ નથી પરંતુ લગ્ન અને એરપોર્ટના વીડિયો જોઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.