શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. તેની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર જેવા કલાકારો સ્ક્રીન પર ધમાકેદાર એન્ટ્રી કરશે. ફિલ્મ રીલિઝ થયા બાદ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિંગ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે.
આ પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video
ઘણા ટ્રેડ વિશ્લેષકો પહેલેથી જ કહી રહ્યા છે કે, ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 70 થી 90 કરોડની કમાણી કરશે. એટલે કે આ હિસાબે બે દિવસમાં જવાન બોક્સ ઓફિસ પર સરળતાથી 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. દરમિયાન, અમે તમને શાહરૂખ ખાનની ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે તેના કરિયરની પ્રથમ 100 કરોડ ક્લબ ફિલ્મ છે.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને પોતાના બોલિવૂડ ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ દિવાનાથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1992માં આવી હતી. આ પછી શાહરૂખે ઘણી શાનદાર ફિલ્મો આપી અને લોકોના દિલ જીતી લીધા. પરંતુ તેની પહેલી 100 કરોડની ફિલ્મ માટે તેણે 19 વર્ષ રાહ જોવી પડી હતી.
આ પણ વાંચો : Happy Krishna Janmashtami 2023 Video : ગોવિંદા આલા રે… સહિત આ બોલિવૂડ સોન્ગ સાથે તમારી જન્માષ્ટમીને બનાવો ખાસ
અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે રાવણ (રા. વન) છે, જે વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 114.29 કરોડ હતું. રાવણ પહેલા, શાહરૂખની કોઈપણ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી ન હતી. રાવણમાં શાહરૂખ સાથે કરીના કપૂર અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અનુભવ સિંહાએ કર્યું હતું
Published On - 9:38 am, Thu, 7 September 23