બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ‘સ્ટારકાસ્ટ’! ‘વેલકમ ટુ ધ જંગલ’ના ટીઝરમાં જોવા મળ્યો અક્ષય કુમારનો ‘જૂનો અંદાજ’

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું ટીઝર આજે ધમાકેદાર રીતે રિલીઝ થઈ ગયું છે. 30થી વધુ દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મમાં કોમેડીનો જબરદસ્ત તડકો જોવા મળશે.

બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી સ્ટારકાસ્ટ! વેલકમ ટુ ધ જંગલના ટીઝરમાં જોવા મળ્યો અક્ષય કુમારનો જૂનો અંદાજ
| Updated on: May 15, 2026 | 2:23 PM

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મમાં 30થી વધુ કલાકારોને દમદાર પાત્રમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે.

30થી વધુ મોટા સ્ટાર્સને કરવામાં આવ્યા ‘કાસ્ટ’

જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે અને આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ છે. ફિલ્મમાં 30થી વધુ મોટા કલાકારોને મહત્વના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આજે રિલીઝ થયેલા ટીઝરમાં પણ તેની ઝલક જોવા મળી રહી છે.

ટીઝરમાં અક્ષય કુમારનો એ જ જૂનો કોમિક અંદાજ જોવા મળ્યો અને તેની ટાઈમિંગે લોકોને હસવા પર મજબૂર કરી દીધા. સાથે જ અરશદ વારસીથી લઈને સુનીલ શેટ્ટી અને દિશા પટની સુધીના ઘણા કલાકારો આ ફિલ્મમાં કોમેડીનો તડકો લગાવતા જોવા મળશે.

આ સ્ટાર્સનો જોવા મળશે ‘જલવો’

બોલિવૂડમાં અત્યાર સુધી આપણે ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મો જોઈ છે અને તેને ખૂબ એન્જોય કરી છે. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ આવી જ એક ફિલ્મ છે, જેમાં 30થી વધુ એક્ટર્સ મહત્વના પાત્રોમાં જોવા મળશે. અક્ષય કુમારની સાથે ફિલ્મમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી અને પરેશ રાવલે લીડ રોલ પ્લે કર્યા છે.

આ સાથે જ ફિલ્મની સ્ટોરી માટે સપોર્ટિંગ કાસ્ટને પણ કાસ્ટ કરવામાં આવી છે, જેમાં રવીના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની, ઉર્વશી રૌતેલા, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કીકુ શારદા તેમજ કૃષ્ણા અભિષેક દમદાર પાત્રમાં જોવા મળશે. ફિલ્મને લઈને પ્રેક્ષકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને આજે રિલીઝ થયેલા ટીઝરે ફરી એકવાર આ ફિલ્મને ચર્ચામાં લાવી દીધી છે.

Breaking News : લગ્નના 4 વર્ષ બાદ પતિથી અલગ થઈ મૌની રોય, પરસ્પર સંમતિથી લીધા છૂટાછેડા

Follow Us