
અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘Welcome To The Jungle’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જણાવી દઈએ કે, શનિવારે એટલે કે 27 જૂનના રોજ ફિલ્મની ઓક્યુપન્સી 33% નોંધાઈ હતી. આ સાથે જ ફિલ્મે વર્લ્ડવાઈડ પણ રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે.
‘Welcome To The Jungle’ એ બીજા દિવસે વર્લ્ડવાઈડ છપ્પરફાડ કમાણી કરી છે. ઓફિશિયલ આંકડાઓ અનુસાર, ફિલ્મે દુનિયાભરના બોક્સ ઓફિસ પર 59.40 કરોડનું કલેક્શન કર્યું છે. આ ઉપરાંત ફિલ્મના ઓવરસીઝ (વિદેશી) બિઝનેસની વાત કરવામાં આવે તો, મૂવીએ જ્યાં પહેલા દિવસે 4.70 કરોડ રૂપિયા કમાયા હતા, ત્યાં જ બીજા દિવસે શનિવારે 7 કરોડનું કલેક્શન કર્યું છે.
હવે જો ફિલ્મ ‘Welcome To The Jungle’ ના ઇન્ડિયા નેટ કલેક્શન વિશે વાત કરીએ તો, ઓફિશિયલ આંકડાઓ અનુસાર ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 19.40 કરોડ અને બીજા દિવસે શનિવારે 21.02 કરોડનું કલેક્શન કર્યું હતું, જે બાદ તેનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન 40.42 કરોડ થઈ ગયું છે.
ફિલ્મ ‘Welcome To The Jungle’ એ બીજા દિવસે નેટ કલેક્શનની બાબતમાં બોક્સ ઓફિસ પર અંદાજે 8 ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. આમાં વર્ષ 2026 ની ‘રાજા શિવાજી’ (હિન્દીમાં 3.40 કરોડ), ‘ઓ રોમિયો’ (12.65 કરોડ), ‘ચાંદ મેરા દિલ’ (3.75 કરોડ), ‘પતિ પત્ની ઔર વો દો’ (12.33 કરોડ), ‘પેદ્દી’ (2.25 કરોડ), ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ (7.75 કરોડ), ‘મૈં વાપસ આઉંગા’ (1.85 કરોડ) અને ‘કોકટેલ 2’ (16.25 કરોડ) જેવી ફિલ્મોને પછાડી દીધી છે.
જો ફિલ્મ ‘Welcome To The Jungle’ વિશે વાત કરવામાં આવે તો, આ બોલિવૂડની હિટ ફ્રેન્ચાઈઝી ‘Welcome’ નો ત્રીજો ભાગ છે. તેનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે, જેમાં અક્ષય કુમારની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પાટની, સુનિલ શેટ્ટી અને રવીના ટંડન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આમાં એક 2000 કરોડની ફેક (નકલી) ફિલ્મ બનાવવાની વાર્તા જોવા મળે છે, જેમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે.