‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થતાં જ ગુસ્સે થયા વિવેક અગ્નિહોત્રી, કહ્યું- 60 વર્ષનો હીરો 20 વર્ષની છોકરી સાથે આ કેવુ કોમ્બિનેશન

|

Aug 13, 2022 | 3:52 PM

લાલ સિંહ ચઢ્ઢાની (Laal singh chaddha) રિલીઝ વચ્ચે નિર્દેશકે હાલમાં ટ્વિટર દ્વારા બોલિવૂડ કલાકારોની મજાક ઉડાવી હતી. તેને લખ્યું છે કે જે પોતે 60 વર્ષનો છે તે તેના કરતા ઘણી નાની છોકરીઓ સાથે રોમાંસ કરવા માટે બેતાબ છે.

લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થતાં જ ગુસ્સે થયા વિવેક અગ્નિહોત્રી, કહ્યું- 60 વર્ષનો હીરો 20 વર્ષની છોકરી સાથે આ કેવુ કોમ્બિનેશન
Vivek Agnihotri

Follow us on

બોલિવૂડના ફેમસ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ કેટલીકવાર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. વિવેક અગ્નિહોત્રીએ ગુરુવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર બોલિવૂડ કલાકારોને નિશાનો સાધતા લખ્યું હતું કે, “ફિલ્મની ગુણવત્તા વિશે ભૂલી જાવ જ્યારે 60 વર્ષનો હીરો 20-30 વર્ષની છોકરીઓ સાથે રોમાંસ કરવા માટે બેતાબ હોય, યુવાન દેખાવા માટે ફોટોશોપનો ઉપયોગ કરે છે, બોલિવૂડમાં મૂળભૂત રીતે કંઈક ખોટું છે. ‘જવાન અને કૂલ લુક’એ બોલિવૂડને (Bollywood) બરબાદ કરી દીધું છે અને તેના માટે માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે.’

વિવેકના આ ટ્વિટને નેટીઝન્સે તરત જ આમિર ખાન સાથે જોડી દીધા અને તેને જોરદાર ટ્રોલ કરવા લાગ્યા. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે ‘વિવેક ભાઈ તમે પીકે રિલીઝ થઈ ત્યારે તેને સપોર્ટ કર્યો હતો, પરંતુ હવે તમે બીજી બાજુ ઉભા છો’. બીજા એક યુઝર્સે કહ્યું, “સર… ફક્ત બોલિવૂડ જ શા માટે… સાઉથમાં રજનીકાંત 20 વર્ષથી આવું કરી રહ્યા છે… શા માટે તેને નિશાન બનાવતા નથી?’ તમારી પાર્ટીના છે એ માટે???’

હાલમાં રિલીઝ થયેલી લાલ સિંહ ચઢ્ઢાને દર્શકો તરફથી મિક્સ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે 12 કરોડનું કલેક્શન કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ ફિલ્મના કલેક્શનમાં વધારો થઈ શકે છે. આ ફિલ્મમાં આમિર ખાને લીડ રોલમાં છે. કરીના કપૂર અને નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેનું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આમિર ખાન અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સથી સજેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ મેકર્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને તેને બોયકોટ કરવાની માગ થઈ હતી. એટલું જ નહીં આમિર ખાન અને કરીના કપૂરની આ ફિલ્મ ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી હતી. ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડમાં જોવા મળ્યો હતો.

Next Article