The Kashmir Filesની સફળતા પછી ફરી એક થઈ ટીમ, ભારતની બે સાચી ઘટનાઓને ઉજાગર કરશે વિવેક અગ્નિહોત્રી

|

Apr 11, 2022 | 12:03 PM

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હિજરતની દર્દનાક વાર્તા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેરના સૌથી વધુ વખાણ કરવામાં આવ્યા હતા.

The Kashmir Filesની સફળતા પછી ફરી એક થઈ ટીમ, ભારતની બે સાચી ઘટનાઓને ઉજાગર કરશે વિવેક અગ્નિહોત્રી
vivek agnihotri

Follow us on

ગયા મહિને 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (The Kashmir Files) બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી હતી. આ સફળતા બાદ હવે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે વધુ બે નવી ફિલ્મોની જાહેરાત કરી છે. આ જાહેરાત ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલના (Abhishek Agarwal) જન્મદિવસના અવસર પર કરવામાં આવી છે. અભિષેક અગ્રવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) પોતાના ટ્વિટર પર આ બંને ફિલ્મોની જાહેરાત કરી હતી. જો કે ફિલ્મનું શીર્ષક કે તેનાથી સંબંધિત અન્ય કોઈ માહિતી હજુ સુધી શેયર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં જે ફિલ્મો દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે તે ભારતની બે સાચી ઘટનાઓ પર આધારિત હશે.

સાચી ઘટનાઓ પર આધારિત હશે બે ફિલ્મો

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર પર એક મોશન વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ અને અભિષેક અગ્રવાલના પ્રોડક્શન હાઉસે આગામી બે ફિલ્મો માટે હાથ મિલાવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંને પ્રોડક્શન હાઉસ હવે મોટા પડદા પર ભારતની આવી બે સાચી વાર્તાઓ બતાવશે.

ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos
શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો
વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની, જાણો UltraTech નો કયો નંબર છે?

આ વીડિયોને શેયર કરતાં વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું- ટાઈગર પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અભિષેક અગ્રવાલ આર્ટસ અને આઈ એમ બુદ્ધ ફાઉન્ડેશન વચ્ચેના નવા સહયોગની જાહેરાત કરવાની આ તકનો લાભ લેતા મને ખૂબ જ આનંદ થાય છે. તમારા માટે પ્રેમ, હંમેશા.

વિવેક અગ્નિહોત્રીનું ટ્વીટ અહીં જુઓ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેરના સૌથી વધુ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ દ્વારા તેણે ફરી એકવાર સાબિત કર્યું કે, તે ઈન્ડસ્ટ્રીનો સર્વશ્રેષ્ઠ વર્સેટાઈલ એક્ટર છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હિજરતની દર્દનાક વાર્તા જણાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Knowledge: શું તમે જાણો છો મીણબત્તી સળગે છે ત્યારે મીણ ક્યાં જાય છે? જાણો મીણનું આ છે વિજ્ઞાન

આ પણ વાંચો:  Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત

Next Article