AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘એ વતન…મેરે વતન’ ફિલ્મની વરુણ ધવને કરી જાહેરાત, સારા અલી ખાન બનશે ક્રાંતિકારી

'એ વતન...મેરે વતન' (Ae Watan... Mere Watan) સત્ય ઘટનાઓ પર આધારિત એક થ્રિલર ડ્રામા છે. જે દરબ ફારૂકી અને કન્નન અય્યરે લખી છે. આ ફિલ્મને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન એટલે કે કરણ જોહર અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.

'એ વતન...મેરે વતન' ફિલ્મની વરુણ ધવને કરી જાહેરાત, સારા અલી ખાન બનશે ક્રાંતિકારી
Varun Dhawan And Sara-Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 3:03 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અપકમિંગ ઐતિહાસિક ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં (Ae Watan… Mere Watan) લીડ રોલ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સોશિયલ મીડિયા તેના ફોર્મર કો-સ્ટાર વરુણ ધવને તેને મોટી જાહેરાત કરવામાં મદદ કરી હતી. વરુણ ધવને (Varun Dhawan) ખુલાસો કર્યો હતો કે સારા 1942માં ભારત છોડો આંદોલનના બેકગ્રાઉન્ડ પર આધારિત એક કાલ્પનિક સ્ટોરીમાં “એક બહાદુર, શેર-દિલ સ્વતંત્રતા સેનાની” ની ભૂમિકા ભજવશે. આ સાચી ઘટનાઓથી પ્રેરિત, ફિલ્મને એક થ્રિલર ડ્રામા તરીકે બનાવવામાં આવી રહી છે.

‘એ વતન…મેરે વતન’માં જોવા મળશે સારા અલી ખાન

વરુણના વીડિયો પર પ્રતિક્રિયા આપતા સારાએ એ પણ ખુલાસો કર્યો કે તેનો પહેલો લુક જલ્દી જ રિલીઝ કરવામાં આવશે. એક પોસ્ટમાં તેણે લખ્યું, “બસ થઈ ગયું @varundvn ફિલ્મમાંથી મારો ફર્સ્ટ લુક ટૂંક સમયમાં સામે આવવાનો છે, જોતાં રહો દર્શકો!” એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ પ્રોજેક્ટ છે જેના વિશે એવી અફવા હતી કે કરણ જોહર પહેલીવાર સારા સાથે કામ કરી રહ્યો છે. તેને દરબ ફારૂકી અને કન્નન અય્યરે લખી છે, જેઓ આ પ્રોજેક્ટનું નિર્દેશન પણ કરી રહ્યા છે.

અહીં જુઓ વરુણ ધવનનો લેટેસ્ટ વીડિયો

વરુણ ધવને કર્યો ફિલ્મને લઈને ખુલાસો

સારા અલી ખાને શેયર કરેલા વીડિયોમાં વરુણ ધવન એકદમ એક્સાઈટેડ જોવા મળી રહ્યો છે. તે કહે છે, હું બિગ ન્યૂઝ તમારા માટે લઈને આવ્યો છું. અમેઝોન વીડિયો પર એક નવી ફિલ્મ આવી રહી છે, જેમાં પ્યારી, સુંદર, અમૃતા સિંહની સ્ક્વેર રૂટ સારા અલી ખાન લીડ રોલમાં છે. મને મજા ન આવી, યાર આપણે આ અનાઉન્સમેન્ટ સારાની સ્ટાઈલમાં કરવું જોઈએ.

વરુણે આગળ કહ્યું, તો, નમસ્તે દર્શકો આ છે અનાઉન્સમેન્ટ અબાઉટ એ વતન મેરે વતન. ફ્રીડમ ફાઈટર, પાવરફુલ લાઈક સન, બ્રિટિશર્સ હો ગયે સ્ટન, શી વેંટ ઓન અ રન, બ્રાઈટ યૂ બાય ધવન નંબર વન. આ ફિલ્મ રિલીઝ થયા પછી 240 થી વધુ દેશો અને ક્ષેત્રોમાં પ્રાઈમ મેમ્બર્સ માટે ઉપલબ્ધ થશે.

સત્ય ઘટનાઓ પર આધારિત છે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે ‘એ વતન… મેરે વતન’ સત્ય ઘટનાઓ પર આધારિત એક થ્રિલર ડ્રામા છે. જે દરબ ફારૂકી અને કન્નન અય્યરે લખી છે. આ ફિલ્મને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન એટલે કે કરણ જોહર અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મના કો-પ્રોડ્યુસર સોમેન મિશ્રા છે. જ્યારે આ ફિલ્મને કન્નન અય્યર દરબ ફારૂકી એકસાથે ડાયરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં ધનુષ અને અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. વિકી કૌશલ સાથે તેની એક અપકમિંગ ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">