
બોલિવૂડના મશહૂર એક્ટર રણબીર કપૂર પોતાની મોસ્ટ અવેટેડ મુવી ‘રામાયણ’ સાથે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. રણબીર કપૂરની ‘રામાયણ’ આ જ વર્ષે દિવાળી પર દસ્તક આપવાની છે. ‘રામાયણ’ ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.
આમાં રણબીર કપૂર ‘ભગવાન રામ’ નું પાત્ર ભજવશે, તો બીજી તરફ યશ ‘રાવણ’ અને સાઈ પલ્લવી ‘સીતા’ નો રોલ નિભાવશે. જો કે, રણબીર કપૂરની ‘રામાયણ’ પર હવે TV ના ‘કૃષ્ણ’ નીતિશ ભારદ્વાજે પોસ્ટ શેર કરી છે. તેમણે મુવીને લઈને રિએક્શન આપ્યું અને સાથે જ રણબીર કપૂરને ચેતવણી પણ આપી છે.
નીતિશ ભારદ્વાજે (Nitish Bhardwaj) ‘રામાયણ’ (Ramayana) ના ટ્રેલરના વખાણમાં પોતાની પોસ્ટમાં લખ્યું, “આ ફિલ્મ બેસ્ટ ફોરેન ફિલ્મના ઓસ્કારની હકદાર લાગે છે. નમિત મલ્હોત્રાને આ માટે ‘અભિનંદન’. નિતેશ તિવારી, સત્યજીત રે અને શેખર કપૂર પછી ભારતીય સિનેમા તરફથી દુનિયાને મળનારી આગામી ‘મોટી ભેટ’ છે. ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન, સિનેમેટોગ્રાફી (DOP), વીએફએક્સ (VFX) અને એઆઈ (AI) નો ઉપયોગ કમાલનો છે. હંસ ઝિમર જેવા મહાન સંગીતકારનું ભારતીય સિનેમા સાથે જોડાવું પણ ગર્વની વાત છે. રણબીર કપૂર હવે રણવીર સિંહ સાથે પોતાની પેઢીના એવા બે ધુરંધર બની ગયા છે કે, જેમને કોઈ માત આપી શકતું નથી. યશનું પણ ગ્લોબલ સિનેમામાં સ્વાગત છે.”
નીતિશ ભારદ્વાજે પોતાની પોસ્ટમાં રણબીર કપૂરને લઈને આગળ લખ્યું, “રણબીર, હું હંમેશાં તમારી એક્ટિંગનો પ્રશંસક રહ્યો છું. જો કે, હવે તમારી જવાબદારી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોને આગળ વધારવાની પણ છે. આ માટે તમે ‘એનિમલ’ જેવી ફિલ્મો હવે ન કરો, ભલે તેના માટે ગમે તેટલી મોટી રકમ કેમ ન મળે. આવી ફિલ્મો કરીને પોતાની જિભને ગંદી ન કરો. ભારતમાં એવી ઘણી શાનદાર વાર્તાઓ છે કે, જેનાથી તમે તમારી એક્ટિંગને વધુ સારી રીતે બતાવી શકો છો.”
સાઈ પલ્લવી (Sai Pallavi) ને લઈને નીતિશ ભારદ્વાજે પોસ્ટમાં આગળ કહ્યું, “મને આશા છે કે, લોકો સાઈ પલ્લવીને ‘સીતા’ તરીકે દિલથી સ્વીકારશે. સાથે જ ફિલ્મમાં મૃદંગ અને મંજીરાની ધૂન વચ્ચે ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ પણ સાંભળવા મળી. આ જ તો રામાયણની અસલી ઓળખ છે, જે દરેક ભારતીયના દિલમાં વસે છે. હું નિતેશ તિવારીની આ મહેનત અને ભવ્ય ફિલ્મને સન્માન આપવા માટે રામાયણ ઓછામાં ઓછી પાંચ વાર જોવા માંગુ છું.”