અદભુત, અવિશ્વસનીય… રોકી ભાઈએ ‘રાવણ’ બનીને ‘મહેફિલ લૂંટી’, યશનું ‘રાવણ તાંડવ’ રૂંવાડા ઊભા કરી નાખશે

Diwali 2026 પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ 'રામાયણ' ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મનું નવું ગીત 'રાવણ તાંડવ' મેકર્સે રિલીઝ કરી દીધું છે. આ ગીતમાં સાઉથ સુપરસ્ટાર યશ રાવણના શક્તિશાળી લુકમાં ભગવાન શિવની સામે તાંડવ કરતો જોવા મળી રહ્યો છે.

અદભુત, અવિશ્વસનીય... રોકી ભાઈએ રાવણ બનીને મહેફિલ લૂંટી, યશનું રાવણ તાંડવ રૂંવાડા ઊભા કરી નાખશે
| Updated on: Oct 21, 2026 | 5:53 PM

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ માટે પૂરી રીતે તૈયાર છે. ‘Diwali 2026’ પર રિલીઝ થનારી આ ફિલ્મ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બનેલી છે. ખાસ વાત એ છે કે, આ ભારતની સૌથી મોંઘા બજેટની વીએફએક્સ (VFX) મુવી છે.

‘યશ’ ભગવાન શિવની પ્રતિમા સામે ‘તાંડવ’ કરે છે

મેકર્સ સતત આના પ્રોમો અને ગીતો રિલીઝ કરી રહ્યા છે, જે યાદીમાં હવે યશનું ‘રાવણ તાંડવ’ પણ જોડાઈ ગયું છે. આને મેકર્સ દ્વારા થોડી વાર પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં ‘યશ’ ભગવાન શિવની પ્રતિમા સામે તાંડવ કરતો જોવા મળી રહ્યો છે, જેથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય. રાવણ તાંડવમાં યશે જે રીતે પરફોર્મ કર્યું છે, તેને જોઈને દર્શકો દંગ રહી ગયા છે.

દર્શકોને પસંદ આવ્યું યશનું ‘રાવણ તાંડવ’

મેકર્સે જ્યારથી યશ સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) નું નવું ગીત ‘રાવણ તાંડવ’ રિલીઝ કર્યું છે, ત્યારથી જ દર્શકો આના વખાણ કરતા થાકતા નથી. દર્શકોને યશ સ્ટારર રાવણ તાંડવ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

આમાં માત્ર સાઉન્ડ ડિઝાઇન જ નહીં પરંતુ આના પર યશનો ડાન્સ પણ લોકોના દિલ જીતી રહ્યો છે. દર્શકો યશના જબરદસ્ત વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તે પૂરી રીતે પાત્રમાં લીન થઈ ગયો છે.

ફેન્સમાં ‘ભારે ઉત્સાહ’

એક ફેને લખ્યું છે, “રાવણ તાંડવ જોઈને ખરેખર એવું લાગી રહ્યું છે કે, રામાયણ દર્શકોને રામ યુગમાં લઈ જશે. યશે આના પર જે પ્રકારનું પરફોર્મન્સ આપ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે.” બીજી વ્યક્તિએ લખ્યું છે, “યશે તો કમાલ કરી દીધો છે. રાવણ તાંડવે સવાર-સવારમાં દિલ ખુશ કરી દીધું છે.”

રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ’ને મેકર્સ બે ભાગમાં રિલીઝ કરશે. પહેલા ભાગમાં જ્યાં રામના જન્મથી લઈને સીતા હરણ સુધીની વાર્તા બતાવવામાં આવશે, તો બીજા ભાગમાં રાવણ વધની વાર્તા દર્શકો સામે રજૂ કરવામાં આવશે. ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે, જેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Breaking News: આયુષ્યમાન ખુરાનાની ‘Udta Teer’ મુશ્કેલીમાં, ભારત-પાકિસ્તાન વાર્તા પર બનેલી ફિલ્મ પર મુકાયો ‘પ્રતિબંધ’

Follow Us
Loading...
Unable to load recommendations.