AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરીના કપૂર ખાન ફરી બનશે ‘માં’? ‘બેબી બમ્પ’ કવર કર્યો કે પછી…? જીમ બહારનો વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા

કરીના કપૂર ખાનના એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર સસપેન્સ ઊભું કરી દીધું છે. જિમ બહાર બ્લેક આઉટફિટમાં નજરે પડેલી 'બેબો' ને જોઈને ચાહકોમાં એક જ ચર્ચા ચાલવા લાગી છે, શું તે ત્રીજી વાર માતા બનવા જઈ રહી છે? આ વાયરલ વીડિયોનું અસલી સત્ય શું છે અને છત્રી પાછળ આખરે શું છુપાવવામાં આવી રહ્યું હતું?

કરીના કપૂર ખાન ફરી બનશે 'માં'? 'બેબી બમ્પ' કવર કર્યો કે પછી...? જીમ બહારનો વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા
| Updated on: Aug 21, 2026 | 7:59 PM
Share

કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં, કરીનાનો એક વીડિયો સામે આવ્યા બાદ લોકોના સવાલો અને અટકળોનો દોર શરૂ થયો છે. વીડિયોમાં કરીનાનો લુક કંઈક એવો છે કે, લોકોને તેનો ‘બેબી બમ્પ’ દેખાયો. આ પછી સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે, શું કરીના ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે?

બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી ‘કરીના’

કરીના કપૂર ખાન વાયરલ વીડિયોમાં બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેને પેપ્સે જીમ બહાર સ્પોટ કરી હતી. બેબો સાથે તેનો સ્ટાફ પણ નજરે પડ્યો હતો. કરીના પોતાની કાર તરફ આગળ વધતી દેખાઈ અને આ દરમિયાન સ્ટાફ તેને છતરીની મદદથી કવર કરતો નજરે પડ્યો.

વીડિયોમાં જેવી કરીનાની ઝલક દેખાઈ, લોકોએ રિએક્શન આપવાનું શરૂ કરી દીધું કે, શું કરીના ત્રીજા બેબીનું સ્વાગત કરવા જઈ રહી છે? કેટલાક યુઝર્સે સવાલ કર્યો, કોઈએ ‘બેબી બમ્પ’ નોટિસ કર્યો?

વીડિયો પાછળનું સત્ય

એક્ટ્રેસના નજીકના એક સૂત્રએ કહ્યું, ‘કરીના પ્રેગ્નન્ટ નથી. આ વાત સત્ય નથી.’ એક બીજા સૂત્રએ કહ્યું કે, ‘આ માત્ર પાસ્તા, પિઝા, રજાઓ અને ખરાબ કેમેરા એંગલનું પરિણામ છે.’ કરીના અને સૈફ તાજેતરમાં જ પોતાના બાળકો સાથે એક સુંદર બીચ હોલિડે પરથી પાછા ફર્યા છે. પરિવાર 16 ઓગસ્ટે સૈફનો 56મો જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયો હતો.

બે પુત્રોની માતા છે ‘કરીના’

તમને જણાવી દઈએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન પહેલાથી જ બે પુત્રોના માતા-પિતા છે. મોટા પુત્ર તૈમૂરનો જન્મ વર્ષ 2016 માં થયો હતો અને નાના પુત્ર જેહનો જન્મ વર્ષ 2021 માં થયો હતો.

આ પહેલી વાર નથી જ્યારે કરીનાને લઈને આવા સમાચાર સામે આવ્યા હોય. આ પહેલા વર્ષ 2022 માં પણ આવી જ રીતે તેના ત્રીજા બાળકની અપેક્ષાને લઈને અફવાઓ ઊડી હતી, જેના પર ઘણો હંગામો મચ્યો હતો.

‘આ પિઝા અને વાઇનની અસર છે’

વર્ષ 2022 માં જ્યારે આવી જ પ્રેગ્નન્સીના સમાચાર ઝડપી બન્યા હતા, ત્યારે કરીનાએ અત્યંત બેબાક અને મજેદાર અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

તેણે લખ્યું હતું કે, ‘મિત્રો, આ માત્ર પાસ્તા અને વાઇનની અસર છે… શાંત થઈ જાઓ… હું પ્રેગ્નન્ટ નથી. સૈફનું કહેવું છે કે, તે દેશની વસ્તીમાં પહેલાથી જ ઘણું યોગદાન આપી ચૂક્યો છે… મજા કરો.’ તેનું આ નિવેદન તે સમયે ખૂબ વાયરલ થયું હતું.

સૌથી મોંઘી સ્પર્ધક બનીને ‘Bigg Boss 20’ માં એન્ટ્રી કરશે ‘મૌની રોય’? Show માટે મેકર્સે આપી ‘મોટી ઓફર’

Follow Us
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
g clip-path="url(#clip0_868_265)">