Dhokha Trailer : આર માધવન અને ખુશાલી કુમારની સ્ટોરીમાં અપારશક્તિ લગાવી રહ્યો છે આગ

|

Sep 10, 2022 | 5:18 PM

'ધોખા રાઉન્ડ ધ કોર્નર'નું (Dhokha) ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં આર માધવન એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. તો જોવો ફિલ્મનું ટ્રેલર.

Dhokha Trailer : આર માધવન અને ખુશાલી કુમારની સ્ટોરીમાં અપારશક્તિ લગાવી રહ્યો છે આગ
R madhavan khushali kumar

Follow us on

થોડા દિવસો પહેલા ‘ધોખા રાઉન્ડ ધ કોર્નર’ના નિર્માતાઓએ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું હતું. નિર્દેશક કૂકી ગુલાટીની આ ફિલ્મના ટીઝરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ફિલ્મના નિર્માતાઓ ટીઝરના પ્રતિસાદથી ખુશ હતા કારણ કે આ વીડિયો માટેનો પ્રેમ તેમની અપેક્ષા કરતા અનેક ગણો વધુ હતો. આજે 10મી સપ્ટેમ્બરે ધોખા રાઉન્ડ ડી કોર્નરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આર માધવન (R Madhavan), ખુશાલી કુમાર અને અપારશક્તિ ખુરાનાની (Aparshakti Khurana) અપકમિંગ ફિલ્મનું આ ટ્રેલર ઘણું રસપ્રદ છે. ફિલ્મના ટીઝરની જેમ આ ટ્રેલર વીડિયો પણ બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અહીં જુઓ ‘ધોખા રાઉન્ડ ધ કોર્નર’નો ટ્રેલર વીડિયો

ફિલ્મમાં આવશે રસપ્રદ ટ્વિસ્ટ

ધોખા રાઉન્ડ ધ કોર્નરમાં આર માધવન, ખુશાલી કુમાર, દર્શન કુમાર અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં આર માધવન અને ખુશાલી કુમારના પાત્રોનો પરિચય આપવામાં આવ્યો છે, જેઓ એક સામાન્ય કપલની જેમ પોતાનું લગ્નજીવન જીવી રહ્યા છે. પરંતુ એક ઘટના તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ નવો ટ્વિસ્ટ અપારશક્તિ ખુરાનાની એન્ટ્રી બાદ ફિલ્મમાં આવ્યો છે. ટ્રેલર દ્વારા આ ફિલ્મ દર્શકોને તેની થ્રિલર ઝોનરની ઝલક બતાવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફિલ્મમાં છે ધમાલ ડાન્સ નંબર

આ ફિલ્મમાં આર માધવન, ખુશાલી કુમાર, અપારશક્તિ ખુરાનાની સાથે ‘ધ કાશ્મીર ફાઇલ’ ફેમ દર્શન કુમાર પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું રેટ્રો ટ્રેક ‘મેરે દિલ ગયે જા’નું રિલીઝ થયું હતું. આ ગીત એક ડાન્સ નંબર છે. રોકેટ્રી જેવી અલગ ફિલ્મ કર્યા બાદ આર માધવન આ ડાન્સ નંબરને તેના સાથી કલાકારો સાથે ધમાલ મચાવતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ ગીત બપ્પી લાહિરીના ફેમસ ગીત ‘જુબી જુબી’નું રિમિક્સ છે.

અહીં જુઓ ફિલ્મનું ગીત

ભૂષણ કુમારની બહેન છે ખુશાલી કુમાર

ફિલ્મ ‘ ધોખા રાઉન્ડ ધ કોર્નર ‘ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. 23 સપ્ટેમ્બર 2023ના આ ફિલ્મ રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ભૂષણ કુમારની ‘ટી સિરીઝ’ દ્વારા બનાવવામાં આવી છે અને આ ફિલ્મથી તેની બહેન ખુશાલી કુમાર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

Next Article