Tipu Sultan Series : અટલ, સ્વાતંત્ર્યવીર સાવરકર, બાલ શિવાજી અને પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મો બનાવનારા ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ હવે રશ્મિ શર્મા સાથે મૈસુરના શાસક ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવી રહ્યા છે. ગુરુવારે એક વીડિયો જાહેર કરીને ફિલ્મ ‘ટીપુ’ની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Cannes Film Festival માં ડેબ્યૂ કરશે અનુષ્કા શર્મા, ફ્રેંચ એમ્બેસેડરે આપ્યા ગુડ ન્યૂઝ
જે જાહેરાતનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ટીપુ સુલતાનને કટ્ટર શાસક તરીકે દર્શાવવામાં આવ્યો છે. વીડિયોમાં 8,000 મંદિરો અને ચર્ચોને તોડી પાડવા અને 40 લાખ હિન્દુઓને ઈસ્લામમાં ધર્માંતરિત કરવાના દાવા કરવામાં આવ્યા છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે, હિન્દુઓને પણ બીફ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અત્યારે માત્ર આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ જાહેરાત સાથે જ આ ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે ટીપુ સુલતાનની વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવશે. 90ના દાયકામાં ટીપુ સુલતાન પર એક સિરીઝ પણ આવી હતી, જે ઘણી લોકપ્રિય બની હતી. આવો અમે તમને આ જ સિરીઝ વિશે જણાવીએ.
અમે જે સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ તેનું શીર્ષક છે, ‘ધ સોર્ડ ઑફ ટીપુ સુલતાન’, જે ફેબ્રુઆરી 1990માં દૂરદર્શન પર શરૂ થઈ હતી. આ સિરીઝ ભગવાન એસ. ગીડવાણી દ્વારા લખાયેલી નવલકથા પર આધારિત હતી. આ સિરીઝમાં ટીપુ સુલતાન અને તેના પિતા હૈદર અલીની વાર્તા હતી. સિરીઝની વાર્તા એવી હતી કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે દેશના ઘણા ભાગો પર કબજો કરી લીધો હતો, પરંતુ જ્યારે તેઓએ ફરીથી દક્ષિણ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ટીપુ સુલતાન અને તેના પિતા હૈદર અલીએ તેમને વર્ષો સુધી આવું કરતા રોક્યા હતા.
આ સિરીઝમાં લોકપ્રિય અભિનેતા સંજય ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ટીપુ સુલતાનની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને અભિનેતા શાહબાઝ ખાને હૈદર અલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અનંત મહાદેવન, દીપિકા ચિખલિયા જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…