રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ દિવસે થશે રિલીઝ

રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સુપરહીરોના રોલમાં જોવા મળશે. તે એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે. તેમાં આલિયા ભટ્ટ તેમજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ દિવસે થશે રિલીઝ
Ranbir Kapoor and Alia Bhatt
| Edited By: | Updated on: Dec 10, 2021 | 10:05 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને દરેક લોકો ઉત્સુક છે કે આ ફિલ્મની રિલીઝ ડેટ ક્યારે નક્કી થશે. તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર કે ટ્રેલર ક્યારે રિલીઝ થશે. આ ફિલ્મની ચર્ચા એટલા માટે પણ છે કારણ કે આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળવાની છે. આ ફિલ્મ પર છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અનેક અવરોધો આવ્યા હતા, આ ફિલ્મનું શૂટિંગ કોરોનાના આગમન પહેલા શરૂ થઈ ગયું હતું, ત્યારબાદ કોરોના મહામારીને કારણે તેનું શૂટિંગ અટકાવવું પડ્યું હતું. આખરે આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2021માં પૂર્ણ થયું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ સાથે સંબંધિત પહેલું પોસ્ટર આ મહિનાના મધ્યમાં રિલીઝ થઈ શકે છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી શકાય છે. આ માટે ભવ્ય તૈયારીઓ પણ ચાલી રહી છે.

અહેવાલ મુજબ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 15 ડિસેમ્બરે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમમાં ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે અને સાથે જ એ પણ જણાવશે કે આ ફિલ્મ ક્યારે દર્શકોની વચ્ચે આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સાથે જોડાયેલી એક માહિતી સામે આવી છે. ફિલ્મ સાથે જોડાયેલા મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ માટે બસ થોડા દિવસો રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સુપરહીરોના રોલમાં જોવા મળશે. તે એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે. તેમાં આલિયા ભટ્ટ તેમજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે. અયાન મુખર્જી તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ પહેલા તેણે રણબીર કપૂર સાથે સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ કરી હતી. આ ફિલ્મના ત્રણ ભાગ આવશે પરંતુ હવે ફેન્સ પ્રથમ ભાગની રાહ જોઈ રહ્યા છે. આ સાથે ભારતને એક નવો સુપરહીરો મળવા જઈ રહ્યો છે.

 

આ પણ વાંચો –

સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

આ પણ વાંચો –

Glowing Mask: હવે અંધારામાં ચમકતો માસ્ક કોરોનાને ઓળખી લેશે ! જાણો વૈજ્ઞાનિકોએ કેવી રીતે તૈયાર કર્યુ આ માસ્ક

આ પણ વાંચો –

Bhakti: શા માટે લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવે છે મહેંદી ? સ્ત્રીઓ શા માટે પહેરે છે હાથમાં બંગડી? જાણો પ્રચલિત હિન્દુ માન્યતાઓ પાછળનું વિજ્ઞાન