The Kerala Story : કેરલ સ્ટોરી 100 કરોડ ક્લબમાં સામેલ થવા માટે તૈયાર, અત્યારસુધી કર્યું શાનદાર કલેક્શન

The Kerala Story Box Office Collection: અદા શર્માની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' એ આ અઠવાડિયાના દિવસોમાં શાનદાર કલેક્શન કરી રહી છે. ફિલ્મની સતત વધતી કમાણી જોઈને માનવામાં આવે છે કે આ અઠવાડિયે ધ કેરલ સ્ટોરી 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

The Kerala Story : કેરલ સ્ટોરી 100 કરોડ ક્લબમાં સામેલ થવા માટે તૈયાર, અત્યારસુધી કર્યું શાનદાર કલેક્શન
| Edited By: | Updated on: May 11, 2023 | 11:52 AM

સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મની કમાણીમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. ફિલ્મનું કલેક્શન જોઈને એવું માનવામાં આવે છે કે આ વીકએન્ડ ધ કેરલ સ્ટોરી (The Kerala Story) 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મની સફળતાનો શ્રેય સ્ટોરી અને તેની આસપાસના વિવાદને જાય છે. કેરળ સ્ટોરીને ઘણી માઉથ પબ્લિસિટી મળી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મે ડબલ ડિજિટમાં કલેક્શન કર્યું છે.

કેરલ સ્ટોરીએ પ્રથમ બુધવારે એટલે કે તેની રિલીઝના 6 દિવસમાં બમ્પર કમાણી કરી છે. અઠવાડિયા પછી પણ ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે. ધ કેરલ સ્ટોરીનો બોક્સ ઓફિસ ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ફિલ્મે બુધવારે સારી એવી છલાંગ લગાવી અને લગભગ 12 કરોડનું કલેક્શન કર્યું. મંગળવારના કલેક્શન કરતાં તેમાં 10%નો વધારો નોંધાયો છે.

 

 

આ પણ વાંચો : આદિપુરુષના ટ્રેલર લોન્ચમાં કૃતિ સેનનને ન મળી બેસવાની જગ્યા, એક્ટ્રેસે કર્યું આ કામ, થઈ રહી છે પ્રશંસા, જુઓ Video

ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો, ધ કેરલ સ્ટોરીએ 6 દિવસમાં કુલ 69 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ સ્થિતિ છે જ્યારે ઘણા રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધ કેરલ સ્ટોરીનું ઓપનિંગ વીક કલેક્શન હવે લગભગ 100 કરોડ સુધી પહોંચવાની આશા છે.

ધ કેરલ સ્ટોરીના કમાણીના આંકડાઓ જોતા કહી શકાય કે આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના માર્ગે ચાલી રહી છે. રિલીઝ બાદ ફિલ્મનું કલેક્શન ઝડપથી વધી રહ્યું છે અને બીજા વીકેન્ડમાં ફિલ્મનું બમ્પર કલેક્શન થવાની આશા છે.

આ ફિલ્મમાં કેરલની 3 છોકરીઓની સ્ટોરી

જો કે ધ કેરલ સ્ટોરીના લાઈફટાઈમ કલેક્શન વિશે કંઈ કહી શકાય નહીં, પરંતુ આ ફિલ્મ જે ઝડપે આગળ વધી રહી છે, તે જોઈને કહી શકાય કે ફિલ્મ 200 કરોડથી વધુની કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં કેરલની 3 છોકરીઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેમને બળજબરીથી ધર્માંતરણ કરીને ISISમાં સામેલ કરવામાં આવે છે.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…