પશ્ચિમ બંગાળમાં ‘The Kerala Story’ પર પ્રતિબંધ, મેકર્સ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

The Kerala Story : ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' 5 મેના રોજ રીલિઝ થઈ છે. રિલીઝ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ફિલ્મ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને રાજ્યમાં તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે તેમણે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ‘The Kerala Story’ પર પ્રતિબંધ, મેકર્સ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
The Kerala Storyનો મામલો સુપ્રીમ કોર્ટમાં
| Edited By: | Updated on: May 09, 2023 | 3:15 PM

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં બંગાળ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની અને તમિલનાડુ સરકારને રાજ્યમાં સિનેમા હોલને સુરક્ષા આપવાના નિર્દેશોની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ‘ધ કેરળ સ્ટોરી’ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, ફિલ્મને લઈને કહી આ મોટી વાત

સોમવારે મમતા બેનર્જી સરકારે નફરત અને હિંસાની કોઈપણ ઘટનાઓને ટાળવા માટે રાજ્યમાં ફિલ્મના પ્રદર્શન પર તાત્કાલિક પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. આ સાથે પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય છે જેણે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, તમિલનાડુમાં થિયેટરોના માલિકોએ કાયદો અને વ્યવસ્થાને ટાંકીને ફિલ્મ બતાવવાની ના પાડી દીધી છે.

મમતા સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવતા ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, તેઓ ટીએમસી સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. તે જ સમયે ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેને કહ્યું કે બંગાળમાં ચાર દિવસથી ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જેવી સ્થિતિ નહોતી.

‘અમે મમતા બેનર્જીને ફિલ્મ જોવાની વિનંતી કરી હતી’

સેને વધુમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પછી મમતા બેનર્જીએ અચાનક ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને કહ્યું હતું કે તેનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. જ્યારે અમે તેને ફિલ્મ જોવાની વિનંતી પણ કરી હતી અને કહ્યું હતું કે તમને તેના પર ગર્વ થશે.

ફિલ્મને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, કાશ્મીર ફાઇલ્સ સમાજના એક વર્ગને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી હતી અને કેરળ સ્ટોરી દક્ષિણના રાજ્યને બદનામ કરવા માટે બનાવવામાં આવી હતી.

શું છે ફિલ્મની વાર્તા?

વાસ્તવમાં, આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ લગ્ન પછી ઇસ્લામ સ્વીકારે છે અને પછી ISIS કેમ્પમાં તસ્કરી કરે છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…