
કૃતિ સેનન અને ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ના ટાઇટલ ટ્રેકે ધૂમ મચાવી છે. રિલીઝ થયા પછી આ ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ગીતમાં એઆર રહેમાન અને અરિજિત સિંહે પોતાનો જાદુ વિખેર્યો છે.
ધનુષ અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં એઆર રહેમાન અને અરિજિત સિંહની જુગલબંધીથી લોકો મંત્રમુગ્ધ થયા છે. રિલીઝ થયાના ત્રણ કલાકમાં જ સોન્ગને 2.7 મિલિયન વ્યૂઝ મળી ગયા છે.
ચાહકો આ ગીત પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં બધા કલાકારોની પ્રશંસા કરવામાં આવી છે. અરિજિત અને એ.આર. રહેમાનના જાદુથી લઈને ધનુષ અને કૃતિની કેમિસ્ટ્રી તેમજ એક્સપ્રેશન સુધી, લોકો દીવાના થયા છે.
ધનુષ અને કૃતિ સેનન પર ફિલ્માવવામાં આવેલ આ ગીતમાં એઆર રહેમાને કોમ્પોઝિશન કરેલું છે અને અરિજિત સિંહે પોતાનો અવાજ આપીને ચાર ચાંદ લગાવી દીધા છે. આ ગીતમાં ઇર્શાદ કામિલની અનોખી કવિતાઓનું પણ મિશ્રણ કરવામાં આવ્યું છે. કૃતિ સેનન અને ધનુષની ફિલ્મ “તેરે ઇશ્ક” નું દિગ્દર્શન આનંદ એલ. રાયે કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે 28 નવેમ્બરે રિલીઝ થશે.