Thalapathy Vijay Birthday: વિજય થલાપતિ ફિલ્મોથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની તેમની સફર કેવી રહી? જાણો

'GOAT' (Greatest Of All Time) એટલે કે, સર્વશ્રેષ્ઠ, આ નામ આમતો વિજય થલાપતિની બ્લોકબસ્ટર ફિલ્મનું છે. પરંતુ તેની લોકપ્રિયતા અને કરિયર ગ્રાફ જોઈએ તો. તે ખુદ 'GOAT' છે. આજે જન્મદિવસ છે.

Thalapathy Vijay Birthday: વિજય થલાપતિ ફિલ્મોથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની તેમની સફર કેવી રહી? જાણો
Image Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 2:17 PM

વિજય થલાપતિનો આજે જન્મદિવસ છે. આ જન્મદિવસ તેના માટે ખુબ ખાસ છે. તેઓ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા બાદ જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તમિલ સિનેમામાં જાદુ ચલાવ્યા બાદ વિજય હવે રાજકારણમાં એક્ટિવ થયા છે. તે તમિલનાડુના મુખ્યમંત્રી છે. ફિલ્મોમાં તેની અદા પર બોક્સ ઓફિસ પર અનેક હિટ ફિલ્મો આપી છે.

વિજય થલાપતિ પહેલી વખત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી ઈતિહાસ રચ્યો હતો. ડેબ્યુ ચૂંટણીથી તેની પાર્ટી સૌથી વધુ બહુમત મેળવનારી પાર્ટી બની હતી. 22 જૂન આજે વિજય થલાપતિ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો તેના રાજનીતિક સફરથી લઈ ફિલ્મો વિશે વાત કરીએ.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરુ કર્યું

અભિનેતા વિજય થલાપતી અભિનયની દુનિયામાં એક્ટિવ છે. પોતાના કરિયરમાં તેમણે અંદાજે 68થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોની સાથે કેટલાક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. 22 જૂન 1974ના રોજ જન્મેલા વિજય થલાપતિનું આખું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેના પિતા એસ.એ ચંદ્રશેખર નિર્દેશક છે. માતા શોભા ચંદ્ર્શેખર પ્લેબેક સિંગર છે. અભિનેતા વિજય ચંદ્રશેખરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. તેમણે અનેક ફિલ્મોમાં બાળ કલાકારના રુપે કામ કર્યું હતુ.

વિજય થલાપતિનું ઘર 80 કરોડનું

વિજય થલાપતિ આલિશાન લાઈફ જીવે છે. રિપોર્ટ મુજબ એક ફિલ્મ માટે 65 થી 100 કરોડનો ચાર્જ લેતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ વિજય થલાપતિનું ઘર 80 કરોડનું છે. રાજકારણમાં 27 મહિનાની સફર રહી છે. વિજય થલાપતિ હવે સિનેમાંથી દુર રાજકારણમાં આવ્યાછે. તમિલગા વેટ્ટ્રી કઝગમ પાર્ટી દ્વારા રાજકારણના મેદાનમાં ડેબ્યુ કર્યું હતુ. પહેલા જ પ્રયાસમાં તેમણે માત્ર મોટી જીત મેળવી નથી પરંતુ સરકાર બનાવવામાં પણ સફળ રહ્યા છે.

છૂટાછેડાનો કેસ કોર્ટમાં

વિજય થલાપતિ પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે. તેમણે યુકેમાં રહેનારી પોતાની ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. વિજય અને સંગીતાની લવ સ્ટોરી ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે.વિજય અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને ડેટ કરી રહ્યો હોવાની અફવા છે.મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશા પણ હાજર હતી.

સિનેમા અને રાજનીતિના ‘GOAT’ વિજય થલાપતિનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Published On - 11:43 am, Mon, 22 June 26

Follow Us