સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર બહેન શ્વેતાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું બે લોકો હત્યા કરવા આવ્યા હતા

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ભાઈના મૃત્યુ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, તેના ભાઈનું મર્ડર થયું હતુ.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર બહેન શ્વેતાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું બે લોકો હત્યા કરવા આવ્યા હતા
| Updated on: Oct 31, 2025 | 3:46 PM

દિવગંત અભિનેતા સુશાંત સિંહના નિધને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખી હતી. આજે અભિનેતાના નિધનના 5 વર્ષ બાદ પણ તેના ચાહકો અને પરિવાર તેને ખુબ યાદ કરે છે. પોતાની એક્ટિંગથી ઓડિયન્સના દિલ પર રાજ કરનાર સુશાંત સિંહ રાજપુતના અચાનક નિધનથી સૌએ ચોંકી ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતુ કે, સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી હતી. તે અભિનેતાના નિધનની વાત ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં એક મોટો ખુલાસો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા નહી પરંતુ તેનું મર્ડર થયું હતુ. તો ચાલો આજે આ વિશે વિસ્તારથી જાણીએ કે, તેની બહેને શું કહ્યું.

શું બોલી શ્વેતા સિંહ કીર્તિ ?

શ્વેતા સિંહ કીર્તિએ હાલમાં શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં પોતાના ભાઈ સુશાંત સિંહ રાજપુતના નિધન વિશે વાત કરી છે. શ્વેતાએ કહ્યું આત્મહત્યા ન થઈ શકે. કારણ કે તેના બેડ અને પંખામાં આટલું અંતર ન હતુ કે, તે આત્મહત્યા કરી શકે. જો આત્મહત્યા કરવી હોય તો કોઈ સ્ટૂલનો ઉપયોગ થાય છે પરંતુ ત્યાં સ્ટૂલ કે ટેબલ જેવું કાંઈ ન હતુ. સુશાંતના ગરદનમાં જે નિશાન મળ્યા હતા. તે કપડાંના લાગતા ન હતા પરંતુ કોઈ નાની ચેનના હોય તેવું લાગતું હતુ.

 

 

શ્વેતાએ મર્ડરનો દાવો કર્યો

સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતાએ આગળ કહ્યું મે મારા ભાઈના મૃત્યું પછી 2 સાઈકોલોજિસ્ટ સાથે મુલાકાત કરી હતી. એક અમેરિકાના હતા અને બીજા મુંભઈના હતા. બંન્નેએ મને કહ્યું સુશાંતનું મર્ડર થયું છે.અમેરિકન સાઈકોલોજિસ્ટને મારા કે સુશાંત વિશે કંઈ ખબર નહોતી, છતાં તેણે મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તેની હત્યા થઈ છે. બે લોકો આવ્યા હતા.’ શ્વેતાએ વધુમાં કહ્યું કે મુંબઈના સાઈકોલોજિસ્ટે પણ તેને એ જ વાત કહી હતી. સુશાંતની હત્યા કરવામાં આવી હતી. બંને સાઈકોલોજિસ્ટઓ સંમત થયા હતા કે બે લોકોએ સુશાંતની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ક્યારે નિધન થયું ?

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતનું નિધન 14 જૂન વર્ષ 2020માં થયું હતુ. અભિનેતા પોતાના મુંબઈના ઘરના બેડરુમમાં મૃત હાલતમાં હતો. તપાસમાં સામે આવ્યું છે કે,સુશાંતનું મૃત્યું શ્વાસ રુંધાવાથી થયું છે. ત્યારબાદ પોલીસ રિપોર્ટમાં સામે આવ્યું કે, સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી હતી. તેમની બહેને કહ્યું મારો ભાઈ ક્યારે પણ આત્મહત્યા ન કરી શકે.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. અહી ક્લિક કરો