‘રવિ કિશન’ Gen-Z ને રોવડાવશે ! બજરંગબલી સાથે દોસ્તી કરશે ‘ભાજપના નેતા’, દિવાળી પર રિલીઝ થશે ‘નવી ફિલ્મ’
ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ સંબંધોની તો આપણે ઘણી વાતો સાંભળી છે પરંતુ જો કોઈ ફિલ્મમાં ભગવાન ખુદ કોઈ સામાન્ય માણસના સૌથી ખાસ અને પક્કા મિત્ર બની જાય, તો શું થાય? બોલિવૂડ અને ભોજપુરી સિનેમાના દમદાર અભિનેતા રવિ કિશન હવે એક એવી જ અનોખી કહાની લઈને આવી રહ્યા છે, જે જોઈને તમારી પણ આંખો ભરાઈ આવશે.

બોલિવૂડ અને ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા તેમજ નેતા રવિ કિશન (Ravi Kishan) હવે એક એવી વાર્તા લઈને આવી રહ્યા છે, જેમાં મિત્રતાનો સંબંધ સીધો ભગવાન સાથે જોડાય છે.
રવિ કિશનની નવી ફિલ્મનું નામ ‘મેરા યાર બજરંગી- દોસ્તી હો તો એસી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના શીર્ષક (ટાઇટલ) અને રિલીઝ ડેટની જાહેરાત મંગળવારે 27 ઓક્ટોબરને રોજ મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી છે.
ભગવાન અને ભક્તની મિત્રતા બતાવશે ફિલ્મ
ફિલ્મ ‘મેરા યાર બજરંગી- દોસ્તી હો તો એસી’ નું પહેલું પોસ્ટર સામે આવતા જ તેની વાર્તાને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. પોસ્ટરમાં રવિ કિશન એક સામાન્ય માણસના રૂપમાં નજરે પડી રહ્યા છે. તેમાં એક તરફ રૂદ્રાક્ષ અને રક્ષા સૂત્ર પહેરેલા એક સામાન્ય માણસનો હાથ છે, જ્યારે બીજી તરફ બજરંગબલીનો હાથ દેખાય છે. બંને હાથોની વચ્ચે એક દિવ્ય ચમક નજરે પડે છે. આ તસવીર ફિલ્મના ટેગલાઈન ‘દોસ્તી હો તો એસી’ ને ખાસ અંદાજમાં દર્શાવે છે.
MAHAVEER JAIN FILMS ANNOUNCES RAVI KISHAN STARRER DEVOTIONAL DRAMA ‘MERA YAAR BAJRANGI’ – DIWALI 2027 RELEASE… A film that explores the friendship between a common man and God.
#RaviKishan headlines #MJF’s #MeraYaarBajrangi – Dosti Ho Toh Aisi, a devotional drama written and directed by Amit Aarryan and presented by Mahaveer Jain Films.
Produced by Mahaveer Jain Films in association with Ratpack Stories, the film is slated for a theatrical release on #Diwali 2027.
— taran adarsh (@taran_adarsh) October 27, 2026
ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસ અને તેના ભગવાન વચ્ચેના મિત્રતાના સંબંધ પર આધારિત છે. આજના સમયમાં જ્યારે લોકો સાચા મિત્રની શોધ કરે છે, આવા સમયમાં જો બજરંગબલી જ કોઈના સૌથી ખાસ મિત્ર બની જાય, તો આ સંબંધ કેવો હશે? ફિલ્મ આ જ ભાવનાને પડદા પર ઉતારવાનો પ્રયાસ કરશે. આ માત્ર ધાર્મિક વાર્તા નથી પરંતુ આસ્થા, વિશ્વાસ અને મિત્રતાના ભાવને રજૂ કરનારી ફિલ્મ હશે.
મિત્રતાની એક ઇમોશનલ વાર્તા
રવિ કિશન આ ફિલ્મમાં એક એવા સામાન્ય માણસનું પાત્ર ભજવશે, જે બજરંગબલીના સાચા ભક્ત છે. ઉલ્લેખનીય છે કે, રવિ કિશન તાજેતરમાં જ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ માં પણ નજરે પડ્યા હતા.
હવે ‘મેરા યાર બજરંગી’ ના માધ્યમથી તેઓ ભક્તિ અને મિત્રતાની એક ભાવનાત્મક (ઇમોશનલ) વાર્તા લઈને આવશે. ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર દર્શકોની સમક્ષ આવશે. આ ફિલ્મને જોવા માટે લોકો આતુર છે.
