AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 વર્ષ પછી ફરી ઇતિહાસ રચશે ‘સની દેઓલ’? શું 90’s ના દાયકાની ઓલ ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મનો ‘ભાગ-2’ કન્ફર્મ?

બોલીવુડ એક્ટર સની દેઓલના ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બંટવારા 1947' બાદ હવે સની દેઓલ પોતાની સુપરહિટ ફિલ્મની સિક્વલ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો, ડાયરેક્ટર રાજકુમાર સંતોષી અને સની દેઓલ ફરી એકવાર સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.

28 વર્ષ પછી ફરી ઇતિહાસ રચશે 'સની દેઓલ'? શું 90's ના દાયકાની ઓલ ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મનો 'ભાગ-2' કન્ફર્મ?
| Updated on: Aug 23, 2026 | 12:08 PM
Share

બોલીવુડ સ્ટાર સની દેઓલ (Sunny Deol) ની ફિલ્મ ‘બંટવારા 1947’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી ઠીક-ઠાક પ્રતિસાદ મળી રહ્યો છે. બીજું કે, બોક્સ ઓફિસ પર ‘બંટવારા 1947’ ને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ તરફથી કડક ટક્કર મળી રહી છે.

આ જ કારણે ‘બંટવારા 1947’ ની કમાણી મેકર્સની અપેક્ષા મુજબ થઈ રહી નથી. આ દરમિયાન સની દેઓલના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક્ટરની અપકમિંગ ફિલ્મ અંગે નવું અપડેટ આવ્યું છે, જેને જાણ્યા પછી ફેન્સની ઉત્સુકતા વધવાની શક્યતા છે.

સની દેઓલની અપકમિંગ ફિલ્મને લઈને આવ્યું અપડેટ

સની દેઓલ અને રાજકુમાર સંતોષીએ તાજેતરમાં ઘણા વર્ષો પછી ફિલ્મ ‘બંટવારા 1947’ માં સાથે કામ કર્યું. આ પહેલાં બંને વર્ષ 1996 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘાતક’ માં સાથે જોવા મળ્યા હતા. જો કે, ‘બંટવારા 1947’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દર્શાવી શકી નથી.

હવે અહેવાલ છે કે, સની દેઓલ અને રાજકુમાર સંતોષી ફરી એકવાર સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, ‘બંટવારા 1947’ ના મેકર્સ હવે ‘ઘાતક’ ના સિક્વલ પર કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્ય સુધીમાં શરૂ થઈ શકે છે પરંતુ તે પૂરી રીતે સની દેઓલની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.

‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું

સની દેઓલ અને રાજકુમાર સંતોષીની દોસ્તી ઘણી જૂની છે. બંનેએ પહેલાં ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અહેવાલ મુજબ, ‘બંટવારા 1947’ દરમિયાન બંનેનું બોન્ડિંગ ફરી મજબૂત થયું અને તેમણે એક નવા પ્રોજેક્ટ પર ચર્ચા શરૂ કરી દીધી.

કહેવામાં આવી રહ્યું છે કે, સનીને ફિલ્મની પહેલી વાર્તા સંભળાવવામાં આવી ચૂકી છે. તાજેતરમાં રાજકુમાર સંતોષીએ પણ એક ઈન્ટરવ્યુમાં સની દેઓલ સાથે ફરી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો ‘ઘાતક 2’ ના સમાચાર સાચા સાબિત થાય છે, તો સની દેઓલના ફેન્સ માટે આ બહુ મોટા ખુશખબર હશે.

કરીના કપૂર ખાન ફરી બનશે ‘માં’? ‘બેબી બમ્પ’ કવર કર્યો કે પછી…? જીમ બહારનો વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">