Gadar 2 Collection: સની દેઓલની ‘ગદર 2’ એ રચ્યો ઈતિહાસ, 5મા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરીને બાહુબલી 2ને પાછળ છોડી દીધી

|

Aug 16, 2023 | 10:00 AM

Gadar 2 Box Office Collection Day 5 : બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એ રેકોર્ડ કમાણી કરીને બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે. ગદરે 5માં દિવસે સારી કમાણી કરીને બોક્સ ઓફિસ પર તેની પકડ મજબૂત કરી છે. ગદર 2 ની કુલ કમાણી જાણો.

Gadar 2 Collection: સની દેઓલની ગદર 2 એ રચ્યો ઈતિહાસ, 5મા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરીને બાહુબલી 2ને પાછળ છોડી દીધી
Gadar 2 Collection

Follow us on

હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેંગે… આ ડાયલોગ સાથે (Gadar 2) ફરી એકવાર તારા સિંહે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું. સની દેઓલની ફિલ્મ ગદર 2 કમાણીના મામલામાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. 22 વર્ષ પછી પડદા પર આવેલી તારા-સકીનાની જોડીને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ગદર 2 એ રિલીઝના પાંચમા દિવસે એટલે કે સ્વતંત્રતા દિવસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. એવું માનવામાં આવે છે કે પહેલા વીકએન્ડ સુધી ગદર 2 કમાણીના મામલામાં મોટા આંકડા એકઠા કરવામાં સક્ષમ હશે.

આ પણ વાંચો : Gadar 2 : બોબી દેઓલ સની દેઓલ સાથે થિયેટરમાં પહોંચ્યો, ઓડિયન્સ સાથે કર્યો ડાન્સ, જુઓ Video

ગદર 2 એ સ્વતંત્રતા દિવસે એક નવો ઈતિહાસ રચ્યો. સની દેઓલની ગદર 2 સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ કમાણી કરનારી અને સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની છે. ગદર 2 જોવા ચાહકોની ભીડ દેશભક્તિની લાગણી જગાડવા ઉમટી પડી હતી. ગદર 2 ના શો રિલીઝના 5માં દિવસે પણ હાઉસફુલ રહ્યા હતા.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

સ્વતંત્રતા દિવસે બનાવ્યો રેકોર્ડ

ગદર 2 એ તેની રિલીઝના પાંચમા દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી હતી. સની દેઓલની ગદર 2 એ 5માં દિવસે 55.5 કરોડની કમાણી કરી હતી. ગદર 2 ની કુલ કમાણી વિશે વાત કરીએ તો, આ ફિલ્મે વિશ્વભરમાં 230 કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે, જેમાં પાંચમા દિવસની કમાણી સૌથી વધુ હતી.

બાહુબલી અને સુલતાનને પાછળ છોડી દીધા

આ આંકડા સાથે સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ગદર 2 પ્રભાસની બાહુબલી 2, સલમાન ખાનની સુલતાન અને રિતિક રોશનની વોરને પાછળ છોડી દીધી છે. 5માં દિવસે ગદર 2 બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બીજા સ્થાને છે. આનાથી વધુ શાહરૂખ ખાનની પઠાણે 58.5 કરોડની કમાણી કરી છે.

સની દેઓલની ગદર 2 બ્લોકબસ્ટર બનવાના માર્ગે

ગદર 2 જે ઝડપે આગળ વધી રહ્યો છે. તેને જોઈને કહી શકાય કે ટૂંક સમયમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે. ફિલ્મની કમાણીના આંકડા હવે માત્ર શાહરૂખ ખાનના પઠાણથી પાછળ છે. બોલિવૂડની ટોપ 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ગદર 2 બીજા નંબરે છે. ફિલ્મની કમાણી અને ચાહકોનો પ્રેમ જોઈને સની દેઓલ અને મેકર્સ ખૂબ જ ખુશ છે. લાંબા સમય બાદ સની દેઓલના ખાતામાં એક સુપરહિટ ફિલ્મ આવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article