‘પહેલા તો બાપ જ આવશે!’ બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર, ‘એવેન્જર્સ’ અને ‘ડ્યુન 3’ સામે લડશે SRK ની ‘King’

ડિસેમ્બર 2026માં બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર જોવા મળવાની છે, જ્યાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' અને હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સડે' સામસામે આવી રહી છે. ફિલ્મ લંબાશે તેવી અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા SRK એ સ્પષ્ટ કરી દીધું છે કે, 'King' નક્કી કરેલી તારીખે જ રિલીઝ થશે. એક સવાલ-જવાબ સેશન દરમિયાન કિંગ ખાને પોતાના સ્વૈગ અંદાજમાં જ કહી દીધું કે, 'પહેલા તો બાપ જ આવશે બેટા...'

પહેલા તો બાપ જ આવશે! બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર, એવેન્જર્સ અને ડ્યુન 3 સામે લડશે SRK ની King
| Updated on: Sep 15, 2026 | 8:19 PM

શાહરૂખ ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘King’ ને લઈને ચર્ચામાં છે, જે આ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો લૂક પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તે ફરી એકવાર કિલર લૂકમાં જોવા મળ્યો હતો. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા જોરો પર છે કે, ‘કિંગ’ પોસ્પોન્ડ (પાછી ઠેલાઈ) થઈ શકે છે.

વાસ્તવમાં, ડિસેમ્બરમાં જ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ અને ‘ડ્યુન 3’ જેવી મોટી હોલીવુડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એવામાં એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, આ મોટી ફિલ્મો સાથે ટકરાવ ટાળવા માટે ‘King’ ને પોસ્પોન્ડ કરવામાં આવી શકે છે. હવે આ બધા વચ્ચે શાહરૂખ ખાને કન્ફર્મ કરી દીધું છે કે, ‘King’ નક્કી કરેલી તારીખે જ રિલીઝ થશે.

નક્કી તારીખે જ રિલીઝ થશે ‘King’

શાહરૂખ ખાને તાજેતરમાં પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન રાખ્યું હતું, જ્યાં શાહરૂખ ખાનના ફેન્સે તેમને આગામી ફિલ્મ અંગે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સુપરસ્ટારે કન્ફર્મ કર્યું કે, ‘King’ પોસ્પોન્ડ નહીં થાય, ભલે ડિસેમ્બર 2026 માં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની હોય.


શાહરૂખ ખાને ‘Ask SRK’ સેશન દરમિયાન જણાવ્યું કે, તેની આગામી ફિલ્મની રિલીઝ ડેટ એ જ રહેશે અને હવેથી તેની ફિલ્મને રિલીઝ થવામાં માત્ર 100 દિવસ બાકી છે.

SRK એ ‘King’ ની રિલીઝ ડેટ કન્ફર્મ કરી

સવાલ-જવાબ સેશન દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને કહ્યું કે, ‘સર કિંગનું કંઈક અપડેટ આપો… 3 વર્ષ પહેલાં તમારી મુવી થિયેટરમાં જોઈ હતી. હવે ટ્રેલર માટે કેટલા તડપાવશો?’ જવાબમાં કિંગ ખાને લખ્યું, ‘હવે પિક્ચર જ જુઓ ને! તડપાવી નથી રહ્યો, હું એક સારી ફિલ્મ બનાવી રહ્યો છું… જેથી દિલને તસલ્લી મળે… બધું આવશે 24 ડિસેમ્બર પહેલાં.’


ત્યાં જ એક અન્ય ફેને SRK ને ટ્રેલર બતાવવાની રિક્વેસ્ટ કરી તો તેમણે કહ્યું, ‘અત્યારે ફક્ત વાત કરીશ, ટ્રેલર પછી… ફિલ્મ આવવામાં હજુ 100 દિવસ બાકી છે ને… 24 ડિસેમ્બર, બ્રો.’

પહેલા તો બાપ જ આવશે બેટા: શાહરૂખ ખાન

એક અન્ય ફેને તેમને ‘King’ ના ટીઝર અને પોસ્ટર વિશે પૂછ્યું, ‘સર સિડ લેટ છે કે તમે? પોસ્ટર ક્યાં છે?’ એક્ટરે જવાબ આપ્યો, ‘સિડ બિચારો પૂરી મહેનત કરી રહ્યો છે. ભાઈ થોડો સમય લઈ રહ્યા છે… જેથી અમે અમારું બેસ્ટ આપી શકીએ અને તમે બધા King ને એન્જોય કરી શકો તેમજ ગર્વ અને ખુશી અનુભવી શકો.’


સેશન દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને રમુજી અંદાજમાં પૂછ્યું કે, તેમનો નાનો પુત્ર અબરામ પહેલા ‘King’ જોશે કે ‘એવેન્જર્સ ડૂમ્સડે’? તો જવાબમાં કિંગ ખાને કહ્યું, ‘પહેલા તો બાપ જ આવશે બેટા.’ ટૂંકમાં, શાહરૂખ ‘એવેન્જર્સ ડૂમ્સડે’ પહેલાં અબરામને પોતાની ફિલ્મ ‘કિંગ’ બતાવશે.

King ની કાસ્ટ અને રિલીઝ ડેટ

King ની કાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તેમની પુત્રી સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન જેવા કલાકારો જોવા મળશે.

છેલ્લા દિવસોમાં જ ‘King’ ના શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો-વીડિયો વાયરલ થયા હતા, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ક્રિસમસ પહેલાં 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Breaking News: અંબાણીના ઘરે દિશા પાટનીએ તો હદ વટાવી, ગણેશ પૂજામાં લાલ ઘાઘરા સાથે બોલ્ડ બ્લાઉઝ જોઈ નેટિઝન્સ લાલઘૂમ

Follow Us
Loading...
Unable to load recommendations.