
Adipurush Premiere : પ્રભાસ તેની વિવાદાસ્પદ ફિલ્મ આદિપુરુષને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી. હવે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા તેનું પ્રીમિયર કરવામાં આવશે. પરંતુ, શું તમે જાણો છો કે આદિપુરુષનું પ્રીમિયર ક્યાં થવાનું છે? ચાલો જાણીએ.
આ પણ વાંચો : Adipurush Wrap: પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષનું શુટિંગ પૂર્ણ, હવે રિલીઝ માટેની તૈયારી
જણાવી દઈએ કે આદિપુરુષ ભારતમાં રિલીઝ થાય તે પહેલા તેને વિદેશમાં બતાવવામાં આવશે. હા, તે ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં ફિલ્મની પોસ્ટ શેર કરી છે. આ ઉપરાંત ફિલ્મ ‘આદિપુરુષ’ ભારતમાં ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ન્યૂયોર્કમાં પ્રીમિયર કરવામાં આવશે.’
એટલું જ નહીં, તરણ આદર્શે ફિલ્મનું પ્રીમિયર કઈ તારીખે થશે તેની પણ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે, ફિલ્મનું પ્રીમિયર 13 જૂને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે. આ વર્લ્ડ પ્રીમિયર હશે. જેમાં કેટલાક ખાસ લોકોને ‘આદિપુરુષ’ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારતમાં ત્રણ દિવસ પછી 16 જૂને રિલીઝ થશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મમાં પ્રભાસ સિવાય કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ પહેલા 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ, લોકોના નેગેટિવ રિવ્યુને કારણે તેની રિલીઝ ડેટ બદલવામાં આવી હતી. ટીઝર રીલીઝ થયા બાદ તેના ગ્રાફિક્સ અને પ્રભાસ અને કૃતિના લુકને લઈને સવાલો ઉભા થયા હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…