હેલ્મેટ વગર બાઇક ચલાવવા માટે સોનુ સૂદ ટ્રોલ થયો, જાણો શું છે આખો મામલો

હિમાચલ પ્રદેશની સ્પીતિ ઘાટીમાં સોનુ સૂદ હેલમેટ કે કોઈ પણ પ્રકારની સુરક્ષા ગિયર વગર બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ત્યારબાદ લોકો અભિનેતાને ટ્રોલ કરી રહ્યા છે.

હેલ્મેટ વગર બાઇક ચલાવવા માટે સોનુ સૂદ ટ્રોલ થયો, જાણો શું છે આખો મામલો
| Updated on: May 28, 2025 | 1:17 PM

કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના કામ માટે ફેમસ થયેલો અભિનેતા સોનુ સુદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે અભિનેતા કોઈ સારા કામ માટે કે, કોઈ ફિલ્મ પ્રમોશન કે પ્રોજેક્ટને લઈ ને નહી પરંતુ પોતાની બેદરકારીના કારણે ચર્ચામાં આવ્યો છે. જેને લઈ તેને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર અભિનેતાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શર્ટ અને હેલમેટ વગર બાઈક ચલાવતા જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થતાં લોકો તેની લાપરવાહીના કારણે ટ્રોલ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તો આ વીડિયો હિમાચલ પોલીસને ટેગ કરી અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

 

સોનુ સુદ પર ગુસ્સે થયા યુઝર

સોશિયલ મીડિયા પર લોકોએ સોનુ સૂદને લાપરવાહીને કારણે અલોચના શરુ કરી છે. તેમજ અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. એક યુઝરે કહ્યું હંમેશા તમે લોકોને પ્રેરિત કરો છો પરંતુ તમે ખુદ હેલ્મેટ કે કોઈ સેફટી ગિયર વગર બાઈક ચલાવી ખોટા ઉદાહરણ રજુ ન કરો. તો કોઈએ લખ્યું આવી ફેમસ સેલિબ્રિટી આવુ કામ કરી લોકોને શું સંદેશ આપવા માંગે છે? કેટલાક લોકોએ તો અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

સોનુ સૂદના વીડિયો પર હિમાચલ પોલીસે પ્રતિક્રિયા આપી

સોનુ સૂદના વીડિયો આવ્યા બાદ પોલીસે વીડિયો વિશે તપાસ શરુ કરી છે તેમજ કહ્યું આ વીડિયો 2023નો હોવાની શકયતા છે. સોનુ સૂદના આ વીડિયોની તપાસ ડીએસપી કાઈલંગને સોંપવામાં આવી છે. પોલિસે પણ તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. આ સમગ્ર ઘટના બાદ બોલિવુડ અભિનેતા સોનુ સૂદની પ્રતિક્રિયા સામે આવી છે.

 

સોનુએ એક વીડિયો જાહેર કરીને બધી અફવાઓનો અંત લાવ્યો અને લખ્યું, “સુરક્ષા પહેલા. અમે હંમેશા કાયદાનું પાલન કરીએ છીએ, હેલ્મેટ વગરની એક જૂની ક્લિપ અમારી સ્ક્રિપ્ટનો ભાગ હતી.”

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ

લાહૌલ સ્પીતિ પોલીસે સોનુ સૂદના વીડિયો પર કહ્યું છે કે- ‘સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ અભિનેતા લાહૌલ-સ્પીતિ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વીડિયો 2023નો લાગે છે.લાહૌલ-સ્પિતિ જિલ્લા પોલીસ તમામ નાગરિકો અને પ્રવાસીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શિસ્તબદ્ધ અને જવાબદાર વર્તન અપનાવવા અપીલ કરે છે.

રીલ નહી પરંતુ રિયલ લાઈફના હિરોના પરિવારમાં કોણ કોણ છે જાણો, કોવિડ-19 લાખો લોકોને મદદ કરી, સોનુ સૂદના પરિવાર વિશે જાણો