સોનુ સૂદે ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કર્યો, જુઓ Viral Video

|

Jan 13, 2023 | 6:04 PM

Sonu Sood Viral Video: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની એક્ટિંગની સાથે સાથે તેની દરિયાદિલી અને તેની ભલાઈ માટે પણ જાણીતો છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોનુ સૂદે ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કર્યો, જુઓ Viral Video
Sonu Sood
Image Credit source: Instagram

Follow us on

Sonu Sood Video: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની એક્ટિંગની સાથે સાથે તેની દરિયાદિલી અને તેની ભલાઈ માટે પણ જાણીતો છે. સોનુ સૂદે જે સામાન્ય લોકો માટે કોરોના કાળમાં કર્યું છે તે ભાગ્યે જ કોઈ અન્ય એક્ટરે કર્યું હશે. મહામારી દરમિયાન એક્ટરે લોકો માટે મસીહા બનીને સામે આવ્યો. સોનુ સૂદે દિલ ખોલીને લોકોને મદદ કરી. એક્ટરે દિવસ રાત કામ કરીને ફસાયેલા લોકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

અહીં જુઓ વાયરલ વીડિયો

આવામાં લોકો હવે સોનુ સૂદને ભગવાનની જેમ પૂજવા લાગ્યા છે. એક્ટર સોનુ સૂદ ઘણીવાર મહેનત કરતા લોકોના વખાણ કરતો જોવા મળે છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સોનુ સૂદ દેશના જવાનો સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં સોનુ સૂદ જેસલમેર પહોંચ્યો હતો. આ દરમિયાન તેમને સીમા સુરક્ષા દળના જવાનો સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો : Shocking Video : હે માં માતાજી ! કેમ આવી હાલત થઈ દયાબેનની, રડતી જોવા મળી દિશા વાકાણી, જુઓ Video

એક્ટર માત્ર જવાનોને મળ્યો જ નહીં પરંતુ તેમની સાથે એક સાંજ પણ વિતાવી હતી. તેમનું મનોરંજન કરવા માટે એક્ટર પણ બધા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ સૂદ તમામ જવાનો સાથે સ્ટેજ પર ભોજપુરી ગીત ‘લોલીપોપ લાગેલુ’ પર ડાન્સ કરી રહ્યો છે. આ ગીત મોટાભાગે લગ્ન અને પાર્ટીઓમાં સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં સોનુએ પણ આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો.

સોનુએ જવાનો સાથે તે સાંજ ખૂબ એન્જોય કરી હતી. સોનુ સૂદે બોર્ડર પર તૈનાત જવાનો સાથે ખુલીને વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એક્ટરે છેલ્લા કેટલાક વર્ષોમાં અસંખ્ય લોકોની મદદ કરી છે. ફેન્સ પણ સોનુ સૂદને દિલથી પ્રેમ કરે છે.

Next Article