Singer Altaf Raja : ‘તુમ તો ઠહરે પરદેસી’ ગીત ગાનારા અલ્તાફ રાજા અત્યારે ક્યાં છે? તેણે ગુજરાતીમાં પણ ગાયા છે ગીતો

Tum To Thahre Pardesi : તુમ તો ઠહરે પરદેશી... આ એક ગીતે અલ્તાફ રાજાને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા. લોકો તેના અવાજ પર વિશ્વાસ કરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે અલ્તાફ રાજા અત્યારે ક્યાં છે?

Singer Altaf Raja : તુમ તો ઠહરે પરદેસી ગીત ગાનારા અલ્તાફ રાજા અત્યારે ક્યાં છે? તેણે ગુજરાતીમાં પણ ગાયા છે ગીતો
Singer Altaf Raja
| Edited By: | Updated on: Apr 30, 2023 | 9:56 AM

Singer Altaf Raja : ફિલ્મી દુનિયામાં એવા ઘણા કલાકારો છે, જેઓ ડેબ્યુ કરતાની સાથે જ રાતોરાત ફેમસ થઈ ગયા. લોકો તેના સિંગિંગના એટલા દિવાના થઈ ગયા કે દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી. આ કલાકાર એટલે કે  અલ્તાફ રાજા, જે પોતાના ગાયેલા ગીતને કારણે એટલા લોકપ્રિય થયા કે તેમના ગીતનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું.

આ પણ વાંચો : એક સમયે જેની CD લેવા થતી હતી પડાપડી, હાલ કેવી હાલતમાં છે તે સિંગર અલ્તાફ રાજા?

અલ્તાફ રાજાને દુનિયાની નજરમાં લાવનારું ગીત હતું, ‘તુમ તો ઠહરે પરદેશી…’ આ ગીત વર્ષ 1994માં આવ્યું હતું. અને આ તેનું પહેલું ગીત હતું. લોકો આ ગીતના એટલા બધા દિવાના થઈ ગયા હતા કે બધા અલ્તાફ રાજાના અવાજના દિવાના બની ગયા હતા. એ જમાનામાં તેમનું આ ગીત દરેક મેળાવડામાં દરેક લગ્નનો ભાગ બનતું. કહેવાય છે કે આ ગીત વિના લગ્નના કાર્યક્રમો અધૂરા ગણાતા હતા.

કેવી સ્થિતિમાં છે અલ્તાફ રાજા

અલ્તાફ રાજાનું આ ગીત આજે પણ લોકપ્રિય છે અને લોકો આજે પણ તેને સાંભળવાનું પસંદ કરે છે. યુટ્યુબ પર આ ગીતના વીડિયોને કરોડો વ્યુઝ છે. પરંતુ શું તમે જાણો છો કે અલ્તાફ રાજા અત્યારે ક્યાં અને કઈ સ્થિતિમાં છે. ચાલો જણાવીએ.

ઘણા લોકોને લાગે છે કે અલ્તાફ રાજા હવે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ થી દૂર છે. જો કે આવું બિલકુલ નથી. તે હજુ પણ સિંગિંગમાં સક્રિય છે અને પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ હવે તે થોડી ચર્ચાથી દૂર રહે છે. ઈન્દોરી ઈશ્ક એ OTT પ્લેટફોર્મ એમએક્સ પ્લેયરની લોકપ્રિય સિરીઝ રહી છે. આ સિરીઝમાં અલ્તાફ રાજાનું ગીત પણ સાંભળવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા રહે છે એક્ટિવ

અલ્તાફ રાજા પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપે છે. તેણે સોનુ તને મારા પર ભરોસા નઈ કે નામની ગુજરાતી ફિલ્મમાં આ જ નામનું ટાઇટલ ટ્રેક ગીત ગાયું હતું. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ સાથે અલ્તાફ રાજા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ટિવ છે, જ્યાં તે અવાર-નવાર પોતાના ફોટા અને ગીતની વીડિયો ક્લિપ્સ શેર કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…