Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા બાદ હવે આ દિવસે રિસેપ્શન આપશે સિદ્ધાર્થ-કિયારા, તારીખ આવી સામે

Sidharth Kiara Wedding: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી.

Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા બાદ હવે આ દિવસે રિસેપ્શન આપશે સિદ્ધાર્થ-કિયારા, તારીખ આવી સામે
Sidharth Kiara Wedding
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:31 PM

7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્નના બંધનનમાં બંધાયા. લગ્ન પહેલા જ રિપોર્ટ મુજબ લગ્ન બાદ આ કપલ બે રિસેપ્શન રાખશે. ત્યારે હવે સિડ-કિયારાના વેડિંગ રિસેપ્શનની તારીખ પણ સામે આવી ચૂકી છે.

રિપોર્ટસ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પ્રાઈવેટ જેટ દ્વારા 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી દિલ્હી આવવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સિદ્ધાર્થનું ઘર છે. સિડ અને કિયારા પહેલા દિલ્હીમાં એક રિસેપ્શન આપશે, ત્યારબાદ મુંબઈમાં બીજા રિસેપ્શનનું આયોજન થશે.

આ પણ વાંચો: Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ-કિયારા, સૂર્યગઢ પેલેસમાં થયા શાનદાર લગ્ન

આ દિવસે હશે રિસેપ્શન

મીડિયા રિપોર્ટસ મુજબ 8 ફેબ્રુઆરીએ દિલ્હી પહોંચ્યા બાદ આ કપલ 9 ફેબ્રુઆરીએ પહેલું રિસેપ્શન આપશે, જેમાં નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થશે. ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ બંને મુંબઈ જવા રવાના થશે અને ત્યાં 12 ફેબ્રુઆરીએ રિસેપ્શન પાર્ટીનું આયોજન થશે. મુંબઈમાં આયોજિત રિસેપ્શનમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીના લોકો સામેલ થશે. મુંબઈના રિસેપ્શનના ગેસ્ટ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસ, દિપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા ઘણા મોટા સ્ટારના નામ સામેલ છે.

આ ફિલ્મમાં જોવા મળ્યા હતા સિદ્ધાર્થ-કિયારા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.

લગ્નમાં આ બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી

રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો આવ્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ બોલિવૂડમાંથી કરણ જોહર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા આ લગ્નમાં સામેલ થયા હતા.

આ સાથે મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. ફેન્સ બંનેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.

Published On - 11:27 pm, Tue, 7 February 23