શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’નો ફર્સ્ટ લુક આઉટ, સાડીમાં એક્ટ્રેસનો દમદાર અવતાર જોઈને ફેન્સ થયા ‘ક્રેઝી’

બોલિવૂડની ‘સ્ત્રી’ એટલે કે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફરી એકવાર પોતાના દમદાર લુકથી ધમાકો કરવા માટે તૈયાર છે. તેની મોસ્ટ અવેટેડ બાયોપિક ફિલ્મ ‘ઈથા’ (Eetha) નું ઓફિશિયલ પોસ્ટર અને ફર્સ્ટ લુક સામે આવી ગયો છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’નો ફર્સ્ટ લુક આઉટ, સાડીમાં એક્ટ્રેસનો દમદાર અવતાર જોઈને ફેન્સ થયા ક્રેઝી
| Updated on: Jun 23, 2026 | 8:40 PM

બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) આજકાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઈથા’ (Eetha) માં જોવા મળવાની છે. તાજેતરમાં જ ‘કોકટેલ 2’ ની સાથે ઈથાનું ટીઝર બતાવવામાં આવ્યું હતું.

આ ટીઝર જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. આ દરમિયાન ઈથાનું પોસ્ટર સામે આવી ગયું છે, જે ઇન્ટરનેટ વર્લ્ડમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા કપૂરનો લુક સુપર સે ઉપર લાગી રહ્યો છે.

‘ઈથા’ માંથી સામે આવ્યો શ્રદ્ધા કપૂરનો ‘લુક’

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ આખરે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 28 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘ઈથા’નું ટીઝર પહેલાથી જ સિનેમાઘરોમાં ‘કોકટેલ 2’ ની સાથે બતાવવામાં આવ્યું હતું. આ પછી ટીઝરની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હવે શ્રદ્ધા પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવા જઈ રહી છે.

ક્યારે રિલીઝ થશે ‘ઈથા’?

શ્રદ્ધા કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે ટ્રેડિશનલ સાડી પહેરીને ખૂબ જ સુંદર અને દમદાર અંદાજમાં જોવા મળી રહી છે. તસવીરોની સાથે તેણે લખ્યું, “તૈયાર છો… આવી રહી છે #EETHA.” આ પોસ્ટ શેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ફેન્સે કોમેન્ટ્સમાં શ્રદ્ધાના જોરદાર વખાણ કર્યા.

ફિલ્મ ‘ઈથા’ પ્રખ્યાત મરાઠી લોક કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે. આ બાયોપિકમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઈનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ જોવા માટે તમામ લોકો એક્સાઇટેડ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 28 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થશે.

Welcome to the Jungle જોવાય કે નહીં ? એડવાન્સ બુકિંગ અને કમાણીના આ આંકડા પરથી નક્કી કરો

Published On - 8:39 pm, Tue, 23 June 26

Follow Us