
Sholay 1975માં રિલીઝ થઈ અને તે સમયે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી. આજે પણ આ ફિલ્મ ખૂબ લોકપ્રિય છે. હવે આ ફિલ્મ પર આધારિત એક AI વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં ફિલ્મના બધા કલાકારો તેમના નાના સ્વરૂપ સાથે મળતા અને સેલ્ફી લેતા દેખાય છે.
Sholayના ચાહકો આ ફિલ્મ વારંવાર જોવાનું પસંદ કરે છે અને તેની સાથે જોડાયેલી દરેક માહિતી પર નજર રાખે છે. જો તમે પણ તેના ફેન છો, તો એક નવા વીડિયો માટે તૈયાર રહો. આ AI દ્વારા બનાવાયેલ વીડિયો છે, છતાં તે ખરેખર જેવા દ્રશ્યો બતાવે છે તમને ચોક્કસ ખુશ કરી દેશે.
Sholayના આ AI વીડિયોમાં જેલરના યાદગાર પાત્ર માટે જાણીતા અસરાનીને તેમના હાલના વૃદ્ધ સ્વરૂપ સાથે તેમના ફિલ્મી અંદાજમાં સેલ્ફી લેતા બતાવવામાં આવ્યા છે.તે સાથે જ લેખક જોડી સલીમ અને જાવેદ અખ્તરને પણ સેટ પર તેમના યુવાન સ્વરૂપને મળતા, શુભેચ્છા આપતા અને તસવીરો ખેંચતા દર્શાવવામાં આવ્યા છે.
Good to see this kind of use of AI pic.twitter.com/9Wp8znlS7e
— AP (@ap_pune) February 12, 2026
આ AI વીડિયોની સૌથી મનોહર પળોમાંથી એક પળ એવી છે, જેમાં હેમા માલિની પોતાના વર્તમાન સ્વરૂપમાં તેમના ચંચળ પાત્ર બસંતી સાથે મળતી અને સેલ્ફી માટે સ્મિત કરતી દેખાય છે.
વીડિયોમાં રમેશ સિપ્પી પછી જયા બચ્ચન હસતાં નજરે પડે છે. ત્યારબાદ “બિગ બી” તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર દેખાય છે. તેમનો યુવા અંદાજ જુઓ ત્યારે જૂની યાદો તાજી થઈ જાય છે. આ વિડિયો એકવાર જુઓ અને યાદોની મીઠી સફરનો આનંદ માણો.
ઇન્ટરનેટ પર મળતી માહિતી મુજબ, 2014માં જાહેર થયેલા આંકડાઓ અનુસાર Sholayની કુલ કમાણી અંદાજે 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો