Shilpa Shetty OTT debut : રોહિત શેટ્ટીએ શિલ્પા શેટ્ટીને ભારતીય પોલીસ દળની બનાવી ‘પ્રથમ મહિલા અધિકારી’, બનશે બોલીવુડની નવી એક્શન ક્વીન

શિલ્પા શેટ્ટીએ એક્શન ક્વીન (Shilpa Shetty action queen) આ માટે એક નાનું પોસ્ટર પણ શૂટ કર્યું છે. અભિનેત્રીએ સમાચાર શેયર કરવા માટે પોલીસ અવતારમાં બંદૂક સાથે પોતાની એક તસવીર શેયર કરી અને કેપ્શન પણ લખ્યું છે.

Shilpa Shetty OTT debut : રોહિત શેટ્ટીએ શિલ્પા શેટ્ટીને ભારતીય પોલીસ દળની બનાવી પ્રથમ મહિલા અધિકારી, બનશે બોલીવુડની નવી એક્શન ક્વીન
shilpa shetty
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:39 PM

શિલ્પા શેટ્ટીનું (Shilpa Shetty) આ વર્ષ નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. તેની આગામી ફિલ્મો સુખી અને નિકમ્માને લઈને ભારે ઉત્તેજના વચ્ચે આજે શિલ્પાએ વધુ એક નવી જાહેરાત કરી છે. જે તેના ચાહકોને સાતમા આસમાન પર લઈ જશે. શિલ્પા રોહિત શેટ્ટીના ભારતીય પોલીસ દળ સાથે તેના OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. શિલ્પા શેટ્ટીએ એક્શન ક્વીન (Shilpa Shetty action queen) આ માટે એક નાનું પોસ્ટર પણ શૂટ કર્યું છે. ટીવી પછી હવે તેના ચાહકો શિલ્પાને OTT પર જોશે. જોકે OTT પર તેના યોગના વીડિયો પહેલાથી જ વાયરલ થઈ રહ્યા છે.

રોહિત શેટ્ટીની પોલીસ યુનિવર્સની પ્રથમ મહિલા અધિકારી

તેના OTT ડેબ્યુ ઉપરાંત ભારતીય પોલીસ દળને જે રસપ્રદ બનાવે છે તે એ છે કે શિલ્પા શેટ્ટીની ભૂમિકા. રોહિત શેટ્ટીની પોલિસ વર્લ્ડમાં પ્રથમ મહિલા પોલીસ અધિકારી હશે. અભિનેત્રીએ સમાચાર શેયર કરવા માટે પોલીસ અવતારમાં બંદૂક સાથે પોતાની એક તસવીર શેયર કરી. તેણે લખ્યું, “પ્રથમ વખત OTT પ્લેટફોર્મને આગ લગાડવા માટે તૈયાર, ધ એક્શન કિંગ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ સાથે જોડાવા માટે સુપર થ્રિલ!”

એક હિટ મશીન છે રોહિત શેટ્ટી

તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ (Rohit Shetty) સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેનું ટ્રેલર પણ બતાવ્યું હતું. જેમાં સિદ્ધાર્થને રોહિત શેટ્ટી સાથે પોલીસ યુનિફોર્મમાં જોઈને તેના ચાહકો ફુલ્યા નથી સમાતા. અગાઉ રોહિત શેટ્ટીએ અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ સાથે સિંઘમ, સિંઘમ રિટર્ન્સ અને સૂર્યવંશી જેવી ધમાકેદાર ફિલ્મો પણ બનાવી છે. હવે દરેક તેના નવા અવતારની રાહ જોઈ રહ્યા છે. જેમાં તે કેટલી કાર ઉડાવશે, આનાથી પણ ચાહકોનો રોમાંચ વધશે.

શિલ્પા શેટ્ટીએ ભારતીય પોલીસ દળમાં તેના પાત્રની ઝલક સાથે તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. હાલમાં શિલ્પા શેટ્ટીના હાથમાં ઘણા પ્રોજેક્ટ છે અને દરેક પ્રોજેક્ટમાં અલગ-અલગ રોલ છે. જ્યારે તે નિકમ્મા સાથે એક્શન ડ્રામાનો ભાગ હશે, તો અભિનેત્રી સુખીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Manoj Bajpayee Ott Movies: ‘પિંજર’ થી ‘ધ ફેમિલી મેન’ સુધી, મનોજ બાજપેયીની બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર જુઓ

આ પણ વાંચો: Tech Tips: મેસેજ પર આવેલો ન્યૂડ ફોટો જાતે જ થઈ જશે બ્લર, સ્માર્ટફોનમાં મળશે આ ખાસ ફિચર