Shaktiman Fans: ‘શક્તિમાન’ના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા

90ના દાયકાના લોકપ્રિય ટીવી શો 'શક્તિમાન'ના અભિનેતા મુકેશ ખન્નાએ 11 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે જાહેરાત (Shaktiman Movie Official Announcement) કરી હતી કે તેઓ હવે શક્તિમાન પર એક ફિલ્મ લાવી રહ્યા છે. આ સંદર્ભે તેણે ચાહકો સાથે એક નાનું ટીઝર પણ શેર કર્યું.

Shaktiman Fans: શક્તિમાનના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર પુષ્પા સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા
Mukesh Khanna in Shaktimaan look Return ( Image-Instagram)
| Edited By: | Updated on: Feb 12, 2022 | 2:43 PM

આ ટીઝર જોઈને દર્શકોના ખૂબ જ ખુશ થઈ ગયા છે. શક્તિમાનના (Shaktiman) ચાહકો 90ના દાયકાના બાળપણને યાદ કરીને ખૂબ ખુશ થઈ ગયા. હવે શક્તિમાનના પોસ્ટર અને ટીઝર્સ સોશિયલ મીડિયા (Social Media) પર હેશટેગ સાથે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પોસ્ટ પર ફેન્સની કમેન્ટ્સ સામે આવી છે.

શક્તિમાનની વાપસીથી ચાહકો ખૂબ જ ખુશ

મુકેશ ખન્ના સિવાય સોની પિક્ચર્સ ઈન્ડિયાએ પણ આ સમાચાર જાહેર કર્યા છે કે હવે ભારતીય સુપરહીરો શક્તિમાન પર ફિલ્મ બનવા જઈ રહી છે. એક મિનિટના વીડિયોમાં પૃથ્વી અને બ્રહ્માંડ બતાવવામાં આવ્યું છે, ત્યારબાદ એક શહેરની નિર્જન સ્થિતિ જોવા મળે છે. જેની ઉપરથી કાળો પડછાયો પસાર થતો જોવા મળે છે. પછી શક્તિમાનનું શક્તિશાળી ચક્ર છે.

શક્તિમાનની થોડી ઝલક બતાવવામાં આવી છે. આ વીડિયો જોઈને ચાહકો શક્તિમાનના પાછા ફરવા વિશે કહી રહ્યા છે – આટલા વર્ષો થઈ ગયા, હવે શક્તિમાન પરત ફર્યા છે. એક યુઝરે કહ્યું- લોકોનો અસલી હીરો- અમારો શક્તિમાન તો કોઈએ કહ્યું- મુકેશ સાહેબ, તમે શક્તિમાન બનશો કે કોઈ બીજું, તો કોઈએ કહ્યું- શક્તિમાનનો મરૂન ડ્રેસ અને સુવર્ણ ચક્ર જોવો ખૂબ જ સારો અહેસાસ છે.

સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ ચાલી રહ્યા છે

એક યુઝરે કહ્યું- 90ના દાયકાના બાળકોને ખબર પડી ગઈ છે કે હવે શક્તિમાન આવી ગયો છે, તો આવી પ્રતિક્રિયા આવી રહી છે.

 

એકે કહ્યું- શક્તિમાનને જોયા પછી મને કંઈક આવુ લાગ્યું…

જ્યારે વિદેશીઓ કહે છે કે ભારતમાં અમારા જેવા સુપરહીરો નથી… ‘મૈં વાપસ આયેગા સાલા’ (પુષ્પા સ્ટાઈલમાં)

90ના દાયકાના દર્શકોનું આ શો સાથે ભાવનાત્મક જોડાણ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ફિલ્મ શક્તિમાન સ્ક્રીન પર થોડો ધૂમ મચાવી શકે છે.

આ પણ વાંચો: Social Meida પર સરકારની રહેશે હવે કડક નજર, મિસ યુઝ, ફેક ન્યૂઝ અને એબ્યુઝ કન્ટેન્ટ પર લગાવાઈ શકે છે પ્રતિબંધ

આ પણ વાંચો: Reliance Entertainment અને T-Series વચ્ચે થઈ ધમાકેદાર ડીલ, ચાહકોને જોવા મળશે આવી ખાસ ફિલ્મો