Shakti Mohan Birthday: ક્યારેક હરવા-ફરવાનું થઈ ગયું હતું મુશ્કેલ, આજે ડાન્સની દૂનિયામાં એક બ્રાન્ડ છે શક્તિ મોહન-Watch Video

Shakti Mohan Birthday : ડાન્સિંગ અને કોરિયોગ્રાફીમાં ક્વીન કહેવાતી શક્તિ મોહન પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. મોટા સ્ટાર્સને ડાન્સ કરાવતા શક્તિ મોહનને એક સમયે અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો હતો.

Shakti Mohan Birthday: ક્યારેક હરવા-ફરવાનું થઈ ગયું હતું મુશ્કેલ, આજે ડાન્સની દૂનિયામાં એક બ્રાન્ડ છે શક્તિ મોહન-Watch Video
Shakti Mohan Birthday
| Edited By: | Updated on: Oct 12, 2023 | 11:11 AM

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોને પોતાના ડાન્સના સ્ટેપ નચાવતી ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાય છે. આ જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર શક્તિ મોહન આજે 12મી ઑક્ટોબરે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. 12 ઓક્ટોબર 1985ના રોજ મુંબઈમાં જન્મેલી શક્તિ મોહનને ત્રણ બહેનો છે, કૃતિ, મુક્તિ અને નીતિ મોહન. જાણવા જેવી બાબત તો એ છે કે ત્રણેય બહેનો એક્ટર, ડાન્સર અને સિંગર છે. આજના સમયમાં શક્તિને કોઈ પણ ઓળખની જરૂર નથી. તેણે ઘણા ટીવી ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો છે અને તે જજ તરીકે પણ જોવા મળી છે.

આ પણ વાંચો : Raghav Juyal Girlfriend : રાઘવનું દિલ આવ્યુ આ વિદેશી સુંદરી પર, જાણીને શક્તિ મોહનના ફેન્સનું તૂટશે દિલ

જજ સુધીની સફર શક્તિ માટે સરળ ન હતી

શક્તિ મોહને ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સીઝન 2થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેને આ સિઝનના તમામ ડાન્સર્સને હરાવીને શોની વિજેતા બની હતી. ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ જીત્યા બાદ શક્તિ ‘દિલ દોસ્તી ડાન્સ’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2015માં શક્તિ મોહન સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’માં જજ તરીકે જોવા મળી હતી. પણ તમે લોકો નહીં જાણતા હોય કે અહીં સુધીની સફર શક્તિ માટે સરળ ન હતી.

શક્તિએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો

એક વખત એવો પણ આવ્યો કે શક્તિ મોહને કલાકારોને ડાન્સ શીખવતા પગ ગુમાવ્યો. કોરિયોગ્રાફિ કરતી વખતે અકસ્માત થયો અને તેણે પગ ગુમાવ્યો હતો. ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહને તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના બાળપણની દુખ ભરી વાતને શેર કરતી વખતે કહ્યું હતું કે, ‘જ્યારે પોતે નાની હતી, ત્યારે તેનો અકસ્માત થયો હતો જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી’.

શક્તિએ કહ્યું હતું કે, ‘તેની ઈજાને કારણે ડૉક્ટરોએ એક વાર એવું પણ કહી દીધું હતું કે તે ક્યારેય ચાલી નહીં શકે’. આ સાંભળીને પણ શક્તિએ હાર ન માની અને પરિવારે ક્યારેય હાર માનવા ન દીધી. આ ડાન્સર તેના પરિવારની મદદથી પોતાના પગ પર ઉભી રહી અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી કોરિયોગ્રાફર અને ડાન્સર છે.

ઘણા હિટ ગીતોની કરી કોરિયોગ્રાફી, થઈ ગઈ ફેમસ

જો શક્તિ મોહનના કામની વાત કરીએ તો તેને બોલિવૂડના ઘણા કલાકારોને ડાન્સ શીખવ્યા છે. આ ડાન્સર ઘણી ફિલ્મોના આઈટમ સોંગ્સમાં પણ જોવા મળી છે. આ ઉપરાંત તેણે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’ ના ગીત ‘નૈનોવાલે ને’ સાથે કોરિયોગ્રાફર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી.

આ ગીતને શક્તિએ જાતે જ કોરિયોગ્રાફ કર્યું હતું. લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યું હતું. તમને જણાવી દઈએ કે શક્તિ મોહન ‘તીસ માર ખાન’, ‘નવાબઝાદે’, ‘હાઈ સ્કૂલ મ્યુઝિકલ 2’, ‘રાવડી રાઠોડ’, ‘કાંચી’ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગ્સમાં જોવા મળી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો