Shahid Kapoor: ‘યે કામ બેહદ મુશ્કેલ’, શાહિદ કપૂરે ‘અર્જુન રેડ્ડી’ રિમેકમાં કર્યું કામ, હવે ‘કબીર સિંહ’ અભિનેતાએ રિમેકના ટ્રેન્ડ પર કરી વાત

|

Feb 12, 2022 | 12:25 PM

શાહિદ કપૂર માને છે કે ફિલ્મ નિર્માતા માટે પોતાની હિટ ફિલ્મને અપડેટ અને રિમેક કરવી એ તેનાથી પણ વધુ મુશ્કેલ કામ છે.

Shahid Kapoor: યે કામ બેહદ મુશ્કેલ, શાહિદ કપૂરે અર્જુન રેડ્ડી રિમેકમાં કર્યું કામ, હવે કબીર સિંહ અભિનેતાએ રિમેકના ટ્રેન્ડ પર કરી વાત
Shahid Kapoor(Image-Instagram)

Follow us on

શાહિદ કપૂરે (Shahid Kapoor) ફિલ્મ ‘કબીર સિંહ’માં (Kabir Singh) કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ સાઉથની સુપરહિટ (South Superhit Movies) મૂવીઝની રિમેક હતી. સાઉથ એક્ટર યશની (Actor Yash) ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની (Arjun Reddy) રિમેક આ ફિલ્મના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી હતી. શાહિદ કપૂર માને છે કે ફિલ્મ નિર્માતા માટે પોતાની હિટ ફિલ્મને અનુકૂલન અને રિમેક બનાવવી એ વધુ મુશ્કેલ કામ છે. સંદીપ રેડ્ડી વાંગાએ (Sandeep Reddy Wanga) અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહ બનાવી હતી. આ સાથે જ ગૌતમ તિન્નાનુરીએ (Gowtam Tinnanuri) શાહિદની ફિલ્મ ‘જર્સી’ (Jersey) બનાવી છે.

ફિલ્મની રિમેક પર શાહિદ કપૂરે શું કહ્યું?

બોમ્બે ટાઈમ્સના અહેવાલ મુજબ શાહિદે કહ્યું – ‘એડપ્ટ કરીને ફિલ્મ બનાવવાની તૈયારી દરમિયાન તેને ફરીથી ડિસકવર કરવી પડે છે. કેટલીકવાર રિમેક ફોટોકોપીની જેમ બનાવવામાં આવે છે. તેથી ઘણી વખત પાત્રો ફ્રેશ લાગે છે. તે મુજબ તે બનાવવામાં આવે છે. કલ્ચર, મૂડ અને ડાયલોગ્સ રિડેવલપ કરવાના હોય છે. જે સમય લે છે. સ્ક્રિપ્ટને નવું જીવન આપવામાં આવે છે. તે બધું અલગ છે.

શાહિદનો અનુભવ કેવો રહ્યો?

શાહિદે આગળ કહ્યું – ‘એક કલાકાર તરીકે જ્યારે તમે મૂળ ફિલ્મ જુઓ છો, ત્યારે તમે એક કલાકાર તરીકે તેનું સન્માન કરો છો, પરંતુ જ્યારે તમે તે ફિલ્મના અપડેટ પર કામ કરો છો, ત્યારે તમને તમારું સંસ્કરણ મળે છે. ‘કબીર સિંહ’ અને ‘જર્સી’ એ મારા અનુભવો છે. જેમાંથી હું પસાર થયો છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શાહિદે આગળ કહ્યું- ‘જો મેં વિચાર્યું કે અરે આ એ જ ફિલ્મ છે અને તે ફરીથી એ જ રીતે બની રહી છે તો હું તેને ફરીથી નહીં કરું. પછી મેં તે કરવાની ના પાડી હોત કે તે પહેલેથી જ બનેલી છે. સંદીપ માટે એ ખૂબ જ મુશ્કેલ હતું કે એક જ ફિલ્મમાં અલગ અભિનેતા સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જે પોતાનું સર્જન અને વાઈબ્સ લાવશે. કબીર સિંહ એ અર્થમાં તદ્દન પડકારરૂપ હતી. હું સંદીપને સંભાળવા દેવા માંગતો હતો પણ તેણે મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. તેને મારામાં વિશ્વાસ રાખ્યો.

તેણે આગળ કહ્યું – ‘ગૌતમ સાથેની ફિલ્મ જર્સી દરમિયાન, એવું ક્યારેય લાગ્યું ન હતું કે અમે તે જ ફિલ્મને ફરીથી બનાવી રહ્યા છીએ. અમને બિલકુલ એના જેવું લાગ્યું કે ઓરિજનલ સમયે લાગ્યું હતું. આ બંને દિગ્દર્શકો માટે બંને ફિલ્મો તેમના હૃદયની ખૂબ નજીક છે અને ફરીથી બનાવવાની પ્રક્રિયા મુશ્કેલ અને અલગ રહી છે.

આ પણ વાંચો: Bollywood: દીપિકા સાથે સિદ્ધાંતનો કિસિંગ સીન જોઈ અંકલે કર્યો પિતાને ફોન, જાણો કારણ

આ પણ વાંચો: ટૂંક સમયમાં અંતરીક્ષમાં Film અને Entertainment સ્ટુડિયો લોન્ચ કરશે બ્રિટેનની સ્પેસ કંપની

Next Article