
OTT પર હવે ફિલ્મો કરતાં વધુ એક્શન જોવા મળી રહી છે. હવે સ્ટાર્સ પણ OTT પર ડેબ્યૂ કરવા માટે સારા કન્ટેન્ટની શોધમાં છે. ફરી એકવાર શાહિદ કપૂર OTT પર આવવા માટે તૈયાર છે. ફર્જી પછી હવે શાહિદ કપૂર ‘બ્લડી ડેડી‘ લઈને આવી રહ્યો છે. એવું લાગે છે કે અભિનેતાને હવે OTT પ્લેટફોર્મ પસંદ આવી રહ્યું છે. તેથી જ થિયેટર છોડીને તે ઓટીટી પર ફરીથી જોવા મળશે.
બ્લડી ડેડીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં શાહિદ કપુર એ કરતો જોવા મળી રહ્યો છે કે આવું તેણે પહેલા ક્યારે પણ કર્યું નથી. શાહિદના રફ એન્ડ ટફ લુક બાદ હવે કિલર અંદાજમાં જોવા મળશે. જે કશું પણ વિચાર્યા વગર ગરદન પર ચાકુ મૂકતો જોવા મળી રહ્યો છે. આ ટીઝરમાં તેનો લુક એક જેન્ટલમેનનો છે, કોટ-પેન્ટ પહેરી મર્ડર કરવાનો શાહિદનો આ અંદાજ ખુબ જ કિલર છે.
આ ફિલ્મમાં શાહિદ સિવાય સંજય કપુર પણ નેગેટિવ રોલમાં જોવા મળશે. શાહિદ કપુરની આ ફિલ્મને જીયો સિનેમા અને જીયો સ્ટુડિયો બનાવી રહ્યો છે. હાલમાં જ જીયો સ્ટુડિયોએ પોતાની 100 ફિલ્મોની જાહેરાત કરી છે. જેમાંથી એક બ્લડી ડેડી પણ છે, આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ડાયરેક્ટર અને અભિનેતાની આ જોડી પહેલી વખત સાથે કામ કરતી જોવા મળશે. બ્લડી ડેડીનું ટીઝર ચાહકોને ખુબ પ્રભાવિત કરી રહ્યું છે,
આ પણ વાંચો : Bhediya 2: વરુણ ધવનની ‘ભેડિયા 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘સ્ત્રી 2’ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ વિશે
છેલ્લા કેટલાક વર્ષોમાં શાહિદ કપુરની ફિલ્મને લઈ તેની પસંદના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. અભિનેતા જે પણ સ્ક્રિપ્ટની પસંદગી કરે છે તે હિટ જાય છે. 9 જુનના રોજ બ્લડી ડેડી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. જેનો શાહિદોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહિદ કપુરની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. જેમાંથી એકમાં ક્રૃતિ સેનની સાથે પણ આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો