
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ (Jawan)એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી હતી. જવાને રિલીઝ થયાના 4 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. રવિવારે જવાને ઐતિહાસિક કમાણી કરી હતી અને 81 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા, પરંતુ સોમવારથી જ જવાનની કમાણી ઘટવા લાગી. હવે રિલીઝના 7મા દિવસે જવાનની કમાણી સૌથી ઓછી હતી. કેમ ધીમી થવા લાગી છે જવાનની સ્પીડ, જાણો 7માં દિવસે જવાને કેટલા કરોડ રૂપિયા કમાયા.
જવાને બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી અને થોડા જ દિવસોમાં તમામ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. જવાને 4 દિવસ સુધી ઝડપી કમાણી કરી, પરંતુ કામકાજના દિવસોની સાથે જ ફિલ્મની કમાણી ઘટવા લાગી. પહેલા તેનું કારણ એશિયા કપ અને ક્રિકેટ મેચ માનવામાં આવતું હતું, પરંતુ હવે લાગે છે કે જવાનનું તોફાન સપ્તાહના અંત સુધી શાંત થઈ જશે.
આ પણ વાંચો : Ayushmann Khurrana Family Tree : બોર્ડની પરિક્ષા દરમિયાન પત્નીને કર્યું હતુ પ્રપોઝ, નાનો ભાઈ છે બોલિવુડ એક્ટર
જવાને તેની રિલીઝના 7મા દિવસે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસ કલેક્શન આપતી સકનિલ્કના રિપોર્ટ અનુસાર, જવાને સાતમા દિવસે 23.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં જવાને અત્યાર સુધીમાં કુલ 368.38 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. જવાને હિન્દીમાં 328.08 કરોડની કમાણી કરી છે અને તમિલમાં 23.01 કરોડ અને તેલુગુમાં 17.29 કરોડની કમાણી કરી છે.
અમેરિકામાં શ્રેષ્ઠ ઓપનિંગ કરનાર જવાન સમગ્ર વિશ્વમાં સારી કમાણી કરી રહી છે. જવાને વિદેશમાં 206 કરોડની કમાણી કરી છે. શાહરૂખ ખાનના જવાનનું વર્લ્ડવાઈડ કલેક્શન હવે 7 દિવસમાં 621 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. સૌથી ઝડપી 500 કરોડની કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મનો રેકોર્ડ પણ જવાનના નામે જોડાઈ ગયો છે.
શાહરૂખ ખાનની જવાને રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું હતું. જવાને સૌથી મોટી ઓપનિંગ કરીને શાનદાર કમાણી કરી હતી. આ પછી, વીકએન્ડ પર એટલે કે પહેલા રવિવારે જવાને 81 કરોડ રૂપિયા કલેક્શન કર્યા. સૌથી ઝડપથી 300 કરોડ રૂપિયા કમાવવાનો રેકોર્ડ જવાનના નામે છે. વિશ્વભરમાં સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ શાહરૂખ ખાનની જવાનના નામે છે. જવાને બાહુબલી 2, પઠાણ અને ગદર 2 ને ઘણી પાછળ છોડી દીધી છે. જવાન સાઉથમાં બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.