સલમાન ખાનના ઘરની અંદરનો વીડિયો જોઈ લોકોએ કહ્યું, આટલા નાના રુમમાં રહે છે, જુઓ વીડિયો

સલમાન ખાનનું ઘર નાનું છે. આ વાત અનેક વખત ચર્ચાનો વિષય બની ચુકી છે. તે માતા-પિતા સાથે રહેવાના કારણે આ ઘર છોડી રહ્યો નથી. હવે ઘરની અંદરનો વીડિયો ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

સલમાન ખાનના ઘરની અંદરનો વીડિયો જોઈ લોકોએ કહ્યું, આટલા નાના રુમમાં રહે છે, જુઓ વીડિયો
| Updated on: Apr 17, 2024 | 4:46 PM

સલમાન ખાનને ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અભિનેતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સલીમ ખાન અને સલમાન ખાન સાથે વાતચીત કરી અને પ્રોટેક્શનનું પણ આશ્વાસન આપ્યું હતુ. સીએમની વિઝિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો સલમાન ખાનના ઘરને જોઈ હેરાન રહી ગયા છે કે આટલું નાનું ઘર, તો કેટલાક લોકો કહી રહ્યા છે સીએમના પ્રોટોકલનું ધ્યાન ન રાખી સલીમ ખાન પહેલા બેસી ગયા હતા.

 

 

સલમાન ખાનના ઘરની અંદરનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારના રોજ સલમાન ખાનના ઘરે પહોંચ્યા હતા.થોડા દિવસો પહેલા જ સલમાન ખાનના ઘર ગેલેક્સી પર કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હતુ. ત્યારબાદથી ભાઈજાનની સુરક્ષા પણ વધારવામાં આવી છે. તેમના ઘરની અંદરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે લોકોનું ધ્યાન ખેચી રહ્યો છે.ટ્વિટર પર ક્લિપ શેર કરવામાં આવી છે. જેના પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઘર આટલું સિમ્પલ અને નાનું

આ વીડિયો જોયા બાદ લોકએ કહ્યું તેનું ઘર આટલું સિમ્પલ અને નાનું છે. તે અબજો પતિ છે અને સૌથી પ્રીમિયર મકાનમાં રહી શકે છે. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે, આ એક સંદેશ છે કે, જે મોટા બિલ્ડિંગ અને બંગલાઓ પાછળ કરોડો રુપિયા સમાજમાં દેખાવા માટે બગાડે છે. તમને જણાવી દઈએ કે,બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા આરોપી વિશે નવા ખુલાસા થયા છે. બેમાંથી એક આરોપી પહેલેથી જ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો. તેમને એડવાન્સમાં 1 લાખ રુપિયા મળ્યા હતા.

પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સોમવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Reel લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે ગુજરાતી રિયલ લાઈફ કપલ, જુઓ ફોટો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો