સલમાન ખાન અને સની દેઓલ સામસામે, બોક્સ ઓફિસ પર જોવા મળશે ‘મહામુકાબલો’

સલમાન ખાનના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ પર આધારિત સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ હવે થિયેટરોમાં આવવા માટે પૂરી રીતે તૈયાર છે. આ વખતે બોક્સ ઓફિસ પર સલમાન ખાનની સીધી ટક્કર સની દેઓલ સાથે થવા જઈ રહી છે.

સલમાન ખાન અને સની દેઓલ સામસામે, બોક્સ ઓફિસ પર જોવા મળશે મહામુકાબલો
| Updated on: Nov 06, 2026 | 4:47 PM

સલમાન ખાન (Salman Khan) ની અપકમિંગ ફિલ્મ ‘માતૃભૂમિ’ (Maatrubhumi) છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાનો વિષય બનેલી છે. વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પર મેકર્સે ફિલ્મ ‘માતૃભૂમિ’ બનાવી છે. પહેલાં આ ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને બદલીને ‘માતૃભૂમિ’ કરી દેવાયું.

ફિલ્મના કન્ટેન્ટ, ચાઈનીઝ રેફરન્સ અને જિયોપોલિટિકલ જેવા કારણોસર તેની રિલીઝ ડેટમાં ઘણી અડચણો આવી. રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ચીનના સુધરતા સંબંધોને ધ્યાનમાં રાખીને સરકાર નહોતી ઈચ્છતી કે ફિલ્મમાં ચીનને નકારાત્મક રીતે દર્શાવવામાં આવે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, મેકર્સને ફિલ્મની રિલીઝ ડેટ મળી ગઈ છે.

સલમાન ખાન વર્સિસ સની દેઓલ

વેરાયટી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’ આ 20 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થઈ શકે છે. સોર્સે જણાવ્યું કે, હજુ અધિકૃત જાહેરાતની રાહ જોવાઈ રહી છે પરંતુ ફિલ્મને તે તારીખે સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે 20 નવેમ્બરે સિનેમાઘરોમાં સલમાન ખાનનો સામનો સની દેઓલ સાથે થશે.

વાત એમ છે કે , આ જ તારીખે સની દેઓલની ફિલ્મ ‘સૂર્યા’ પણ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. એવામાં હવે 20 નવેમ્બરે સલમાન ખાન વર્સિસ સની દેઓલ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે અને અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે ટ્રેલર?

રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’નું ટ્રેલર આજે 6 નવેમ્બરે રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં સલમાન ખાન, ચિત્રાંગદા સિંહ, જેન શો, અંકુર ભાટિયા સહિત ઘણા કલાકારો નજર આવશે. આ સાથે જ ફિલ્મ સાથે જોડાયેલા તમામ ગીતો પણ મેકર્સ પહેલાથી જ રિલીઝ કરી ચૂક્યા છે.

Breaking News: મુંબઈમાં દહેશતનો માહોલ… અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલા, બોમ્બે હાઈકોર્ટ અને BSEને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Follow Us
Loading...
Unable to load recommendations.