Breaking News: સલમાન ખાનને તેના ઘરે જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે કેસ દાખલ કર્યો

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર સુપરસ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વર્લીમાં ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી છે. હાલમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Breaking News: સલમાન ખાનને તેના ઘરે જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે કેસ દાખલ કર્યો
| Updated on: Apr 14, 2025 | 11:05 AM

સલમાન ખાનની મુશ્કેલી ઓછું થવાનું નામ લઈ રહી નથી.સુપરસ્ટારને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતી રહે છે. ફરી એક વખત તેના પર ખતરો જોવા મળી રહ્યો છે.મુંબઈના વર્લી ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક વ્હોટસએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે.સલમાન ખાનના ઘરમાં ધુસી મારવાની ધમકી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.હાલમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ સાથે સલમાન ખાનની ગાડીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાલમાં વર્લી પોલિસ સ્ટેશનમાં ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

સલમાન ખાનનો જીવ જોખમમાં છે.

સલમાન ખાનની પાછળ છેલ્લા કેટલાક સમયથી લોરેન્સ બિશ્નોઈ પાછળ પડ્યો છે. અનેક વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. તેમજ તેના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતા તુટી ગયો છે. હવે ફરી એક વખત તેને ઘરમાં ઘુસી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ સાથે ગાડીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે.

સલમાન ખાને તેની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન દરમિયાન ધમકીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તે કહેતો જોવા મળ્યો કે ભગવાન, અલ્લાહ, આ બધું જ તેના પર છે. જેટલી ઉંમર લખેલી છે તેટલું જીવશું. જોકે, તે પોતાના પરિવારની સુરક્ષા અંગે ચિંતિત રહે છે.ફિલ્મનું શૂટિંગ હોય કે પછી કોઈ મોટી ઈવેન્ટ સલમાન ખાન ચુસ્ત સુરક્ષા બંધોબસ્ત સાથે દરેક ઈવેન્ટમાં પહોંચે છે.

સલમાન ખાનને Y પ્લસ સુરક્ષા

સલમાન ખાનને આ પહેલી વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી નથી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી તેને ધમકીઓ મળતી રહે છે. જેને જોઈ સુપરસ્ટારને Y પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. તેમજ ઘરને પણ બુલેટ પ્રુફ કરવામાં આવ્યું છે. પોલીસ તરફથી મળેલી સુરક્ષાની સાથે તેની પર્સનલ સિક્યોરિટી પણ છે. તેનો બોડીગાર્ડ શેર દરેક સમયે તેની સાથે હોય છે.

બોલિવુડ ભાઈજાન સલમાન ખાનના પરિવાર વિશે વધુ માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

Published On - 10:49 am, Mon, 14 April 25