
સલમાન ખાને સાઉદી અરબમાં આપેલા નિવેદનથી પાકિસ્તાને તેને આંતકવાદી જાહેર કર્યો છે. આ માટે તો તમને જણાવી દઈએ કે, હાલમાં સલમાન ખાન સાઉદી અરબના એક કાર્યક્રમમાં બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવ્યો હતો. ત્યારબાદ શહબાઝ શરીફ સરકાર તેના પર ગુસ્સે છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે શહબાઝ શરીફની સરકારે અધિકારિક સૂચના જાહેર કરી તેને આતંકવાદી જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે તેનું નામ ચોથા શેડ્યુલમાં સામેલ કર્યું છે.
મળતી જાણકારી મુજબ ચોથા લિસ્ટમાં સામેલ કનેરનો મતલબ થાય છે કે, તેના પર કટ્ટરપંથી ગતિવિધિઓને લઈ નજર રાખવામાં આવશે. અત્યારસુધી સલમાન ખાન કે પછી તેના કોઈ પ્રતિનિધિ તરફથી પ્રતિક્રિયા સામે આવી નથી.
પાકિસ્તાનના આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 હેઠળ બનાવવામાં આવેલી ચોથી અનુસૂચિ યાદીમાં આતંકવાદી અથવા ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના શંકાસ્પદ વ્યક્તિઓની યાદી આપવામાં આવી છે. આ યાદીમાં સામેલ વ્યક્તિઓને પાકિસ્તાનની સરહદોની અંદર અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડે છે, જેમાં મુસાફરી પ્રતિબંધ, સંપત્તિ ફ્રીઝ અને કડક દેખરેખનો સમાવેશ થાય છે. આ એક સ્થાનિક કાનૂની જોગવાઈ છે, જેનો અર્થ છે કે તે ફક્ત પાકિસ્તાની સરહદોની અંદર જ લાગુ પડે છે.
સઉદી અરબમાં એક ફોરમમાં સંબોધિત કરતા સલમાન ખાને કહ્યું હતુ કે, આ બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે. દરેક લોકો સઉદી અરબમાં મહેનતથી કામ કરી રહ્યા છે. આ નિવેદન પર પાકિસ્તાનને મરચાં લાગ્યા હતા. લાંબા સમયથી બલુચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવાનું આંદોલન ચાલી રહ્યું છે. જેને પાકિસ્તાની સેના પોતાના અત્યાચારથી રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. સલમાન ખાનના નિવેદનથી એવું પણ લાગે છે કે, આ બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવી રહ્યા છે. જેનાથી ગુસ્સે થવું નક્કી છે.
એક બાજુ પાકિસ્તાનને મરચાં લાગ્યા છે પરંતુ બીજી બાજુ બલુચિસ્તાનના અલગાવવાદી નેતા તેનાથી ખુશ છે. તેમણે સલમાન ખાનનો ઘન્યવાદ પણ માન્યો છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે,સલમાન ખાને વાતવાતમાં આ શબ્દો બોલ્યા કે પછી જાણી જોઈને બલુચિસ્તાનનું અલગથી નામ લીધું હતુ. તમને જણાવી દઈએ કે,બલુચિસ્તાન પાકિસ્તાનના 46 ટકા ભાગમાં છે. પરંતુ અહીની વસ્તી માત્ર 1.5 કરોડની આસપાસ છે.