
અહાન પાંડેની ડેબ્યુ ફિલ્મ સૈયારાની રિલીઝ બાદથી સોશિયલ મીડિયામાં ટ્રેડિંગ ટોપિક બની ગયો છે. થિયેટરથી લઈ ફોટો રિલ્સ અને અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેનાથી ફિલ્મ અને સૈયારા ગીતની દીવાનગી સ્પષ્ટ જોવા મળી રહી છે.આ સિવાય ફિલ્મનું ટાઈટલ ટ્રૈક સૈયારા લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીત ઈન્ડિયામાં નંબર-1 પર ટ્રૈડ કરી રહ્યું છે. આ ગીતમાં ફહીમ અબ્દુલ્લાએ પોતાનો અવાજ આપ્યો છે.
માત્ર 27 વર્ષના ફહીમ અબ્દુલ્લા ફેમસ સિંગર છે. જેનું કાશ્મીર કનેક્શનછે. મોહિત સૂરીની ફિલ્મ સૈયારામાં ટાઈટલ ટ્રૈકને અવાજ આપ્યો છે.આ ગીતથી તેમણે બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.ગીતકાર-સંગીતકાર અર્સલાન નિઝામીએ ફહીમ અબ્દુલ્લા સાથે મળીને ‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકને સંગીત આપ્યું છે, જેમાં તેમની સાથે તનિષ્ક બાગચી છે. ફહીમ અબ્દુલ્લાના જાદુઈ અવાજવાળું ‘સૈયારા’ ગીત ભારતમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેને યુટ્યુબ પર 79 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
27 વર્ષના છોકરાની ફિલ્મે માત્ર ચાર દિવસમાં ઇતિહાસ રચી દીધો છે. 4 દિવસ પહેલા રિલીઝ થયેલી અહાન પાંડેની ફિલ્મ સૈયારાએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.આ ફિલ્મ લગભગ 60 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.27 વર્ષીય અહાન પાંડેએ તેમાં ક્રિશનું પાત્ર ભજવ્યું છે. 22 વર્ષીય અનિત પદ્દાએ વાણીનું પાત્ર ભજવ્યું છે. ‘સૈયારા’ વાણી અને ક્રિશની લવસ્ટોરી છે. આ બંનેના પ્રેમે ચાહકોને દિવાના બનાવી દીધા છે. અહાન અને અનિત, બંને ફિલ્મ ઉદ્યોગમાં નવા છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ માટે એટલી બધી ચર્ચામાં છે કે બંનેએ બોલિવૂડના મોટા દિગ્ગજોને પાછળ ધકેલી દીધા છે.
સાયરા ના ટાઇટલ ટ્રેક સાથે, કાશ્મીરના બે કલાકારોએ પોતાનું ડેબ્યૂ કર્યું છે અને આ કલાકારો બીજું કોઈ નહીં પણ ફહીમ અબ્દુલ્લા અને અરસલાન નિઝામી છે. આ ગીત સાથે, ફહીમ અબ્દુલ્લા અને અરસલાન નિઝામીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.તમને જણાવી દઈએ કે, સૈય્યારાનું ટાઇટલ ટ્રેક ફહીમ અબ્દુલ્લાએ ગાયું છે અને સંગીત અર્સલાન નિઝામી અને તનિષ્ક બાગચીનું છે.
Published On - 10:29 am, Tue, 22 July 25