Saif Ali Khanને લાગી શકે છે મોટો ઝટકો, શું સરકાર પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરશે?

|

Jan 22, 2025 | 1:29 PM

સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણ લઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે શત્રુ સંપત્તિ

Saif Ali Khanને લાગી શકે છે મોટો ઝટકો, શું સરકાર પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરશે?

Follow us on

અભિનેતા સૈફ અલી ખાન પર હાલમાં જીવલેણ હુમલો થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 5 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રજા મળી હતી. હવે સૈફ અલી ખાન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણમાં લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ સંપત્તિ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા 2015માં આ સંપત્તિઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણય પછી શત્રુ સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ આ મિલકતોના સંપાદનનો માર્ગ ખુલ્યો છે.

શું છે શત્રુ સંપત્તિ તો ચાલો જાણીએ

જ્યારે 2 દેશમાં જંગ થાય તો સરકાર દુશ્મન દેશના નાગરિકોની સંપત્તિને કબજામાં લઈ લે છે. જેનાથી દુશ્મન લડાઈ દરમિયાન આનો ફાયદો ઉઠાવી ન શકે.શત્રુ સંપત્તિ હેઠળ જમીન,મકાન,સોનું, ઘરેણા, કંપનીઓના શેર અને દુશ્મન દેશના નાગરિકોની કોઈ અન્ય સંપત્તિને કબ્જામાં લઈ શકાય છે.મીડિયા રિપોર્ટ મુજબ પટૌડી પરિવાર પાસે ભોપાલમાં ઐતિહાસિક મિલકતો છે જેની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ મિલકત અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની છે.

ભારતના આ રાજ્યમાં નથી લાગતો કોઈ પણ ટેક્સ ! સરકારે આપી છે ખાસ છૂટ, જાણો કેમ?
રસોડામાં આ 4 વસ્તુઓ રાખવી અશુભ છે, તિજોરી ખાલી થઈ જાય છે!
આજનું રાશિફળ તારીખ : 02-02-2025
નવા ઈન્કમટેક્સ સ્લેબ બાદ IPLની કમાણી પર ખેલાડીઓને કેટલો ટેક્સ ચૂકવવો પડશે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
કારમાં ઉંદર ઘૂસીને વાયર કાપી જાય છે? આ ટ્રીક વડે મળશે છુટકારો

શત્રુ સંપત્તિ એક્ટ હેઠળ સરકાર જે મિલકતોનો નિયંત્રણ લઈ શકે છે તેમાં ફ્લેગ સ્ટાફ હાઉસ, નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબી કા બંગલો, અહમદાવાદ પેલેસ, કોહેફિઝા પ્રોપર્ટી અને અન્યનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સૈફે પોતાનું બાળપણ ફ્લેગ સ્ટાફ હાઉસમાં વિતાવ્યું હતું.

નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા

શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ, ભારત સરકાર 1947 માં ભાગલા પછી પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતોનો દાવો કરી શકે છે. ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લાહ ખાન હતા જેમને ત્રણ પુત્રીઓ હતી. આમાંથી, મોટી પુત્રી, આબિદા સુલતાન, 1950 માં પાકિસ્તાન સ્થળાંતર કર્યું હતુ, જ્યારે, તેમની બીજી પુત્રી સાજિદા સુલતાના ભારતમાં રહી અને અહીં નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.

સૈફ અલી ખાને નોટિસનો હાઈકોર્ટમાં પડકાર આપ્યો

આ પછી તે કાનૂની વારસદાર બની. સાજિદા સુલતાનાના પૌત્ર સૈફ અલી ખાન છે. જેમને આ મિલકતોનો એક ભાગ વારસામાં મળ્યો છે. જોકે, આબિદા સુલતાનાનું પાકિસ્તાન સ્થળાંતર શત્રુ સંપત્તિ એક્ટ હેઠળ આ મિલકતો પર સરકારના દાવાનું કેન્દ્રબિંદુ બન્યું છે.રિપોર્ટ મુજબ આ વિવાદની શરુઆત વર્ષ 2014માં થઈ હતી. જાણકારી અનુસાર શત્રુ સંપત્તિનો વિભાગ સંરક્ષકે ભોપાલમાં સ્થિત પટૌડી પરિવારની સંપત્તિને શત્રુ સંપત્તિ જાહેર કરવાની નોટીસ જાહેર કરી હતી. સૈફ અલી ખાને 2015માં આ નોટિસનો હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. અને સંપત્તિ પર સ્ટે લીધો હતો.

મધ્યપ્રદેશ હાઈકોર્ટેના જસ્ટિસ વિવેક અગ્રવાલની બેંચે ગત 13 ડિસેમ્બર 2024ના રોજ સૈફ અલી ખાનની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી, કોર્ટે તેમને ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો. જોકે, સૈફ અને તેના પરિવારના કોઈપણ સભ્યએ હજુ સુધી કોઈ કાર્યવાહી માટે પગલું ઉઠાવ્યું નથી.

 

Next Article