હોલીવુડમાં એન્ટ્રી કરશે RRR સ્ટાર રામ ચરણ? પહેલા પ્રોજેક્ટની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

હાલમાં એવા જ સમાચાર છે કે નાટુ નાટુ ઓસ્કારમાં નોમિનેટ થયા બાદ સાઉથ એક્ટર રામ ચરણ (Ram Charan) હોલીવુડમાં એન્ટ્રી કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છે. જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તે હોલીવુડમાં પોતાની પહેલી ફિલ્મના ડેબ્યુ માટે કેટલાક અગ્રણી નિર્દેશકો સાથે વાતચીત કરી રહ્યો છે.

હોલીવુડમાં એન્ટ્રી કરશે RRR સ્ટાર રામ ચરણ? પહેલા પ્રોજેક્ટની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Ram Charan
| Edited By: | Updated on: Mar 09, 2023 | 11:52 PM

Ram Charan Hollywood Debut: રામ ચરણ તેની સુપરહિટ બ્લોકબસ્ટર આરઆરઆરથી ઘણી લાઈમલાઈટ મેળવી રહ્યો છે. ફિલ્મના નાટુ નાટુ ગીતે દુનિયાભરમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. જેના કારણે તે ઓસ્કાર માટે નોમિનેટ પણ થયું છે. આ ફિલ્મે અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા બાદ 95મા એકેડેમી એવોર્ડ્સમાં નામાંકન પણ નોંધાવ્યું છે. હવે સમાચાર મુજબ રામ ચરણ હોલીવુડમાં ડેબ્યુ કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છે. રામ ચરણે બ્રૈડ પિટ સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે આરઆરઆર પછી રામ ચરણની ગણતરી એક ગ્લોબલ સ્ટારમાં થાય છે. આ જ કારણ હોઈ શકે છે કે રામ ચરણ ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. હાલમાં સૈમ ફ્રેગાસોના પોડકાસ્ટમાં રામ જોવા મળ્યો હતો. જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તે હોલીવુડમાં પોતાની પહેલી ફિલ્મના ડેબ્યુ માટે કેટલાક અગ્રણી નિર્દેશકો સાથે વાતચીત કરી રહ્યો છે.

હોલીવુડ સ્ટાર્સ સાથે કામ કરવા માંગે છે એક્ટર

તેને મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના હોલીવુડ ડેબ્યુ વિશે તે ટૂંક સમયમાં જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તેને એમ પણ કહ્યું કે તે ટોમ ક્રૂઝ, જુલિયા રોબર્ટ્સ અને બ્રૈડ પિટ સાથે કામ કરવા માંગે છે. ડેવિડ પોલેન્ડ દ્વારા આયોજિત લાંબા સમયથી ચાલતી ડીપી/30 સિરીઝમાં તે જોવા મળ્યાના એક દિવસ પછી આ સમાચાર આવ્યા, જ્યાં તેને પૂછ્યું, “હોલીવુડ એક્ટર કોણ નથી બનવા માંગતું?”

આ પણ વાંચો : મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા અનુપમ ખેર, જુઓ ઈમોશનલ Video

નાટુ નાટુને મળ્યા છે આ એવોર્ડ

રામ ચરણની ફિલ્મ આરઆરઆરનું ગીત નાટુ નાટુ ઓસ્કાર માટે નોમિનેટ થયું છે. તેને બેસ્ટ ગીતની કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીત પર એવોર્ડ નાઈટ દરમિયાન લાઈવ પરફોર્મન્સ પણ કરવામાં આવશે. આ પહેલા આરઆરઆરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી પણ નવાજવામાં આવી ચુકી છે.