બોલીવુડને મળ્યો નવો વિલન! જાણો ફિલ્મ ‘ફાઈટર’માં ઋતિક-દીપિકા સામે ટક્કર લેનારો આ વિલન કોણ છે?

|

Jan 15, 2024 | 8:42 PM

ટ્રેલર આવ્યા બાદ જ દરેકના મોઢે ઋતિક-દીપિકાનું નામ સાંભળવા મળી રહ્યું છે. તે સિવાય વિલન પર પણ બધાની નજર ટકી ગઈ છે. જેને પુરી ફાઈટર ટીમ સામે ટક્કર લીધી છે. તમે પણ જાણવા માટે ઉત્સુક હશો કે આખરે આ છે કોણ?

બોલીવુડને મળ્યો નવો વિલન! જાણો ફિલ્મ ફાઈટરમાં ઋતિક-દીપિકા સામે ટક્કર લેનારો આ વિલન કોણ છે?

Follow us on

ઋતિક રોશનની ‘ફાઈટર’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઈ ચૂક્યુ છે. માત્ર ગણતરીના કલાકમાં જ ટ્રેલરને લોકોનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો છે. તેનું કારણ છે ઋતિક-દીપિકાની જોડી, જબરદસ્ત એરિયલ એક્શન અને દેશભક્તિના તે ડાયલોગ, જે ટ્રેલરને દમદાર બનાવે છે.

ટ્રેલર આવ્યા બાદ જ દરેકના મોઢે ઋતિક-દીપિકાનું નામ સાંભળવા મળી રહ્યું છે. તે સિવાય વિલન પર પણ બધાની નજર ટકી ગઈ છે. જેને પુરી ફાઈટર ટીમ સામે ટક્કર લીધી છે. તમે પણ જાણવા માટે ઉત્સુક હશો કે આખરે આ છે કોણ?

ફાઈટરમાં આ વિલન આખરે છે કોણ?

3 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં તમામ વસ્તુઓ સારી છે પણ ટ્રેલર જેવુ 54 સેકન્ડ પર પહોંચી જાય છે તો સ્ક્રીન પર લાલ આંખવાળા એક વ્યક્તિની એન્ટ્રી થાય છે અને આ વ્યક્તિ છે ફિલ્મનો અસલી વિલન, ટ્રેલરમાં જેવો જ પુલવામા હુમલાનો સીન આવ્યો તો વિલન વિશે જાણવાની લોકોની જિજ્ઞાસા વધી ગઈ. તમને જણાવી દઈએ કે હાથમાં બંદૂક લઈને તાબડતોડ ગોળીઓ વરસાવતો આ વિલન બીજો કોઈ નહીં પણ ઋષભ સાહની છે.

Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025

પહેલી વખત જોઈને ઋષભ સાહનીને કોઈ ઓળખી નહીં શકે, તેનું કારણ છે તેનો દમદાર અંદાજ. ‘ફાઈટર’ ફિલ્મ ઋષભની ડેબ્યુ ફિલ્મ છે, આ પહેલા તે ઘણી ચર્ચિત વેબસિરિઝમાં જોવા મળ્યા છે. પોતાની પર્સનાલિટીને લઈ ધ્યાન ખેંચી રહેલા ઋષભનો લુક જ નહીં પણ એક્ટિંગ પણ જબરદસ્ત છે.

ઋતિક રોશન સામે ટકરાશે ઋષભ

ટ્રેલરમાં ઋતિક રોશન અને ઋષભ સાહનીના એક્શન સીને બધાનું ધ્યાન ખેંચ્યુ. હિરો તો વિલનના એક્શન સીન તો સામાન્ય રીતે ફિલ્મમાં જોવા મળે જ છે પણ જે અંદાજમાં ઋષભ નજરે આવી રહ્યો છે તે એક નંબર છે. ઋષભ સાહનીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી. બોલીવુડમાં પગ મુક્યા પહેલા તે થિયેટર પણ કરી ચૂક્યો છે.

ઋષભે 2021માં એક્ટિંગ ડેબ્યુ કર્યુ. તેની પ્રથમ વેબસિરિઝ ‘ધ અમ્પાયર’ હતી. જેમાં તે બાબરના ભાઈ મહમૂદના રોલમાં નજરે આવ્યો હતો. ‘કોણ બનશે શિખરવતી’ અને ‘બેસ્ટસેલર’ના ક્રુમાં સામેલ હતા. જો કે ફિલ્મી ડેબ્યુને લઈને ઋષભ પણ ખુબ જ ઉત્સુક છે. હજુ તો માત્ર ટ્રેલર જ આવ્યુ છે અને લોકો એક્ટરના કામના વખાણ કરતા નજરે આવી રહ્યા છે.