દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) અવસાન બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakaraborty) કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. આ કારણે એક્ટ્રેસ દરરોજ ચર્ચામાં રહે છે. હવે એક્ટરના અવસાનના રહસ્યમાં વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં રિયા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ રિયા ચક્રવર્તીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુશાંતની બહેન પ્રિયંકાએ પોતાના ઈન્ટરવ્યુમાં રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો હતો કે તેના ભાઈએ આત્મહત્યા નથી કરી પરંતુ તેનું મર્ડર કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે રિયાએ સુશાંતનું જીવન બરબાદ કરી દીધું છે. થોડા દિવસો પહેલા એનસીબી તરફથી ડ્રગ્સ કેસમાં રિયાનું નામ સામે આવ્યા બાદ પ્રિયંકાએ ઈન્ટરવ્યુમાં રિયા પર આરોપ લગાવ્યો હતો.
દિવંગત એક્ટરની બહેન પ્રિયંકાનું નિવેદન સામે આવ્યા પછી રિયા ચક્રવર્તીએ ઈનડાયરેક્લી તેના પર નિશાન સાધ્યું છે. રિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના પર સવાલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને લખ્યું કે “શોર અને અહંકારથી ઉપર આવો. એટલા ઉપર પહોંચી જાવો તેઓ ફક્ત તમારી તરફ આંગળી કરી શકે. કારણ કે તમે જ્યાં છો ત્યાં તેઓ નથી. તમે પ્રેમ સાથે ઉભા રહો.”
એનસીબીના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. રિપોર્ટ્સ મુજબ રિયા ચક્રવર્તી સુશાંતને ડ્રગ્સ લેવા માટે ઉશ્કેરતી હતી. આ સાથે જ રિયાનું નામ હાઈ સોસાયટી અને ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સપ્લાય કરનારાઓમાં પણ સામેલ છે. આ લિસ્ટમાં તેના ભાઈ શૌવિકનો પણ પૂરેપૂરો હાથ હતો. સુશાંતની બહેને રિયા વિશે કહ્યું હતું કે હું એક ક્રિમિનલ લોયર છું અને મેં ઘણા પ્રકારની બોડી જોઈ છે. આવા કેસમાં મરનારની આંખો અને જીભ બહાર આવે છે, પરંતુ સુશાંત સાથે આવું કંઈ બન્યું નથી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે કોઈએ જાણીજોઈને રિયાને એક્ટરના જીવનમાં મોકલી છે? એનો જવાબ તે ‘હા’ આપે છે.
14 જૂન 2020 ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં પંખાથી લટકતો જોવા મળ્યો હતો. જે પછી તેને સૌથી પહેલો જોનાર વ્યક્તિ તેનો ફ્લેટમેટ હતો જેનું નામ હતું સિદ્ધાર્થ પિઠાણી. થોડા દિવસ પહેલા પીઠાણીને કોર્ટે જામીન આપ્યા છે. જે બાદ એનસીબી રિપોર્ટ સામે આવ્યા બાદ ડ્રગ્સ કેસમાં રિયા અને તેના ભાઈ શૌવિકનું નામ સામે આવ્યું હતું.