Ramayana Movie : શાનદાર મ્યુઝિક અને VFX છતાં 4000 કરોડ રુપિયાની રામાયણમાં આ 1,2 નહી 5 ભૂલ રહી ગઈ!

Ranbir Kapoor Ramayana : બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રામાયણના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. આ ટ્રેલર જોઈ ચાહકો ખુશ જોવા મળ્યા હતા. તેમણે પોઝિટિવ વ્યુ પણ આપ્યા હતા. આ સિવાય ચાહકોએ રામાયણના ટ્રેલરમાં 5 મોટી ભૂલ પણ શોધી કાઢી હતી.

Ramayana Movie : શાનદાર મ્યુઝિક અને VFX છતાં 4000 કરોડ રુપિયાની રામાયણમાં આ 1,2 નહી 5 ભૂલ રહી ગઈ!
| Updated on: Jul 31, 2026 | 9:07 AM

Ramayana Trailer : બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ ચાહકો વચ્ચે ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામાનંદ સાગરની રામાયણ પછી હવે આ માઈથોલૉજિકલ સ્ટોરીની સાથે ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

પરંતુ તેમ છતાં કેટલાક લોકોનું એવું માનવું છે કે, ફિલ્મમાં કાંઈક મિસિંગ છે. તમામ લોકો ટ્રેલર વિશે પોતાનું મતંવ્ય આપી રહ્યા છે. આ સાથે મેકર્સ વિચારમાં પડી ગયા છે. કારણ કે, આની સીધી અસર ફિલ્મ પર અને તેની કમાણી પર પડી શકે છે. તો ચાલો જાણીએ. ફિલ્મ માટે એ ક્યાં 5 પોઈન્ટ છે. રિલીઝ પહેલા મેકર્સને વિચારવાની જરુર પડી છે.

ટ્રેલરમાં રુંવાડા ઉભા કરી દેનાર ડાયલોગ

જ્યારે આદિપુરુષનું ટ્રેલર આવ્યું હતુ. તો ચાહકોને ફની ડાયલોગ સાંભળવા મળ્યા હતા. ફિલ્મના ડાયલોગના કારણે મેકર્સને ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા પરંતુ રણબીર કપૂરની રામાયણમાં ડિસેન્ટ ડાયલોગ છે પરંતુ તેટલા શાનદાર પણ નથી. જેને સાંભળ્યા બાદ તેના વખાણ થાય. ફિલ્મ પહેલા ટ્રેલરના કારણે અનુમાન લગાવવામાં આવે તો ફિલ્મમાં ડાયલોગ ખુબ ફ્લેટ સાંભળવા મળ્યા છે.

ઈમોશનલ સીન ગાયબ

ફિલ્મના ટ્રેલરમાં એન્ટ્રી સીન તો રણબીર કપૂર,સાંઈ પલ્લવી અને યશના સારા હતા પરંતુ ત્યાર પછી તેમાં જે સીન આવ્યા તે અલગ જ હતા. માત્ર શાનદાર વીએફેક્સ પર જ ધ્યાન જઈ રહ્યું છે. રામાયણ પ્રકરણમાં એકથી વધી એક ઈમોશનલ સીન જોવા મળ્યા છે. જેને જોઈ ચાહકોના આંખમાં આસું આવી જશે. ફિલ્મના 4 મિનિટ 09 સેકન્ડ લાંબુ ટ્રેલરમાં એવા અનેક ઈમોશનલ ઈમ્પૈક્ટ નજર આવી રહી છે.

થીમ ગીત નબળા

જો ટ્રેલર જોઈએ તો રણબીર કપૂરની ફિલ્મનું થીમ ગીત પણ માઈથોલોજિકલ ટચ આપી રહ્યું નથી. આદિપુરુષે કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ યુટ્યુબ પર સારા વ્યુ મળ્યા હતા. પરંતુ થોડું કામ કરવાની જરુર પડી શકે છે. રામાયણ ફિલ્મના થીમ ગીતનો પહેલો ઓથેન્ટિક પ્રમોશન હશે. આ સાથે સમાધાન કરવું નિર્માતાઓ માટે મોંઘુ સાબિત થઈ શકે છે.

હનુમાનના સીન વગર ટ્રેલર અધુરું

250 સેકન્ડના લાંબા ટ્રેલરમાં ક્યાંય પણ હનુમાનનું પાત્ર જોવા મળ્યું નથી. રામાયણમાં જેટલું મહત્વ ભગવાન હનુમાનનું રહ્યું છે. તેટલું કોઈનું નથી. તેના પાત્રને જોયા વગર ચાહકોને ટ્રેલર અધુરું લાગી રહ્યું છે. સૌથી વધુ વાત એ થઈ રહી છે કે, સની દેઓલ અંજલિનો પુત્ર હનુમાનના રોલમાં છે. તેને જોવા માંગતા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હવેના ટ્રેલરમાં ચાહકોની આ ઈચ્છા પુરી થઈ શકે છે.

ફિલ્મમાં ખુબ વધારે વીએફેક્સ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં કેટલાક કલાકારોના ગેટઅપ પણ ઓડિયન્સને પસંદ આવી રહ્યું છે. અત્યારે તો ફિલ્મના કેટલાક સીનને જોઈ એવું લાગી રહ્યું છે કે, તેમાં 5000 વર્ષ પહેલા નહી પરંતુ 5000 વર્ષ પછીની સ્ટોરી દેખાડવામાં આવી રહી છે. ત્યારે મેકર્સને આ વાતનું ધ્યાન રાખવાની જરુર છે કે, વધારે ચમકદારના ચક્કરમાં ફિલ્મની ઓરિજનિલીટી ગુમાવી ન દે.

 

Breaking News : બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.