AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણબીર કપૂર અને અર્જુન કપૂરે સાથે જોઈ આ ફિલ્મ, બાળપણના મિત્રો ખાસ ડિનર માટે મળ્યા, જુઓ Viral Video

એક્ટર રણબીર કપૂર અને અર્જુન કપૂરે ( Ranbir Kapoor and Arjun Kapoor) સાથે વીકએન્ડની મજા માણી હતી. બંનેએ સાથે ડિનર પણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેના ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે.

રણબીર કપૂર અને અર્જુન કપૂરે સાથે જોઈ આ ફિલ્મ, બાળપણના મિત્રો ખાસ ડિનર માટે મળ્યા, જુઓ Viral Video
Ranbir Kapoor - Arjun KapoorImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 7:53 PM
Share

એક્ટર રણબીર કપૂર અને અર્જુન કપૂરે ( Ranbir Kapoor and Arjun Kapoor) સાથે વીકએન્ડ એન્જોય કરતા જોવા મળ્યા હતા. એક વીડિયોમાં રણબીર મુંબઈની હક્કાસન રેસ્ટોરન્ટમાં એન્ટર થતો જોવા મળે છે. આ દરમિયાન તેને બ્લેક સ્વેટશર્ટ, મેચિંગ પેન્ટ, સ્નીકર્સ અને કેપ પહેરી હતી. રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલા રણબીરે પાપારાઝીને પોઝ આપ્યો હતો. વિરલ ભાયાણીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

(VC: viral bhayani instagram)

રણબીર, અર્જુન કપૂર, રોહિત ધવન અને તેમના અન્ય મિત્રો સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આઉટિંગ દરમિયાન અર્જુન બ્લેક ટી-શર્ટ, પેન્ટ અને વૂલન કેપમાં જોવા મળ્યો હતો. તેને સનગ્લાસ પણ પહેર્યા હતા. અર્જુન કપૂરે પાપારાઝીને એલર્ટ કર્યા હતા કે કેમેરામેન જે રીતે તસવીરો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના કારણે તેને ઈજા થઈ શકે છે. આ પછી મલાઈકા અરોરાના બોયફ્રેન્ડે પેપ્સ માટે પોઝ આપ્યો હતો. એક્ટરે ફેન્સ સાથે સેલ્ફી માટે પોઝ પણ આપ્યો હતો.

(VC: varindertchawla instagram)

રણબીર અને અર્જુન કપૂરે જોઈ ઓપેનહાઈમર

ઈન્સ્ટાગ્રામ પર એક ફેન એકાઉન્ટે રણબીર અને અર્જુનનો એક થિયેટરની અંદર બેઠેલા વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ક્લિપમાં રણબીર તેની બાજુમાં બેઠેલા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો જ્યારે અર્જુન ફિલ્મ જોઈ રહ્યો હતો. વીડિયો કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો, “રણબીર કપૂર અને અર્જુન કપૂર #Oppenheimer એકસાથે જોઈ રહ્યાં છે.”

રણબીરની અપકમિંગ ફિલ્મો

રણબીરે હાલમાં જ તેની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ એનિમલનું શૂટિંગ પરું કર્યું છે. ફિલ્મની રેપ-અપ પાર્ટીમાં રણબીર સુખવિંદર સિંહના ગીતો છૈયા છૈયા અને બન થન ચલી બોલો પર ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શન એનિમલમાં રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં છે. એનિમલ મૂવી 1લી ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. હાલમાં જ મેકર્સે ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કર્યું છે.

આ પણ વાંચો : સીતા બન્યાના 36 વર્ષ બાદ અયોધ્યા પહોંચી Dipika Chikhlia, શેર કર્યો ફોટો

અર્જુનના અપકમિંગ પ્રોજેક્ટ્સ

અર્જુન કપૂરનો અપકમિંગ પ્રોજેક્ટ ભૂમિ પેડનેકરની સાથે નોઈર થ્રિલર ધ લેડીકિલર છે. આ સિવાય તેની પાસે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ સાથે અનટાઈટલ્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મ પણ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">