
ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એક ‘રામાયણ’ આ વર્ષે દિવાળીના અવસરે થિયેટરોમાં દસ્તક દેશે. આમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બે ભાગમાં બની રહેલી રામાયણની એડવાન્સ બુકિંગને લઈને મોટી ખબર સામે આવી છે, જે મુજબ મેકર્સે તેને આગળ ધકેલવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મ રામાયણની એડવાન્સ બુકિંગ 20 ઓક્ટોબરથી શરૂ થવાની હતી પરંતુ 3:45 વાગ્યા સુધી પણ ટિકિટ બુકિંગ એપ્સ પર તેને બુક કરવાનો કોઈ વિકલ્પ દેખાયો નહોતો. 20 ઓક્ટોબરનો દિવસ વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી Book My Show જેવા પ્લેટફોર્મ પર તેને બુક કરી શકાતી નથી.
રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી સ્ટારર રામાયણની એડવાન્સ બુકિંગ ટળવાનું અસલી કારણ ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિ માનવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ બંને રેવેન્યુ શેરિંગ (આવકની વહેંચણી) પર વિવાદમાં પડ્યા છે, જેના કારણે મેકર્સ રામાયણની એડવાન્સ બુકિંગ હજુ સુધી શરૂ કરી શક્યા નથી. બંને વચ્ચે હજુ સુધી કોઈ વચગાળાનો રસ્તો નીકળી શક્યો નથી, જેના કારણે દર્શકો રામાયણને બુકિંગ પ્લેટફોર્મ્સ પર બુક કરી શકતા નથી.
જણાવી દઈએ કે, રામાયણના ડિસ્ટ્રિબ્યુટર્સ પહેલા અઠવાડિયામાં 60 ટકા, બીજા અઠવાડિયામાં 50 ટકા અને ત્રીજા અઠવાડિયામાં 40 ટકા રેવેન્યુ શેર ઈચ્છે છે. સામાન્ય રીતે કોઈપણ મોટી ફિલ્મની રિલીઝ દરમિયાન ડિસ્ટ્રિબ્યુટર્સ પહેલા અઠવાડિયામાં 52.5 ટકા, બીજા અઠવાડિયામાં 45 ટકા અને ત્રીજા અઠવાડિયામાં 37.5 ટકા રેવેન્યુ શેર લેતા હોય છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું છે કે, “રામાયણના ડિસ્ટ્રિબ્યુટર્સે સામાન્ય કરતાં ખૂબ વધારે શેરની માંગ કરી છે, તેથી જ એક્ઝિબિટર્સ નારાજ થઈ ગયા છે. હાલમાં બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે.” હવે જોવાનું એ રહેશે કે, બંને વચ્ચે અટવાયેલો આ મામલો ક્યારે ઉકેલાશે?